નવી દિલ્હીઃ કેન્દ્રીય બજેટ 2025 માટે તૈયારી કરી રહ્યું છે ત્યારે નિર્મલા સીતારમણ સતત આજે આઠમું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. તેમનું વાર્ષિક બજેટ જેટલું ચર્ચામાં હોય છે તેવી જ ચર્ચા તેમની સાડીની પસંદગીઓની થાય છે.
તેમની પસંદગીઓ ખાસ કરીને તેમની હાથવણાટની સાડીઓ જેમાં દરેક પરંપરા, સંસ્કૃતિ અને પ્રાદેશિક હસ્તકલાનો સંદેશ આપે છે. મંગલગિરીથી લઈને ઈકત સુધી, દરેક સાડી એક અનોખી પ્રાદેશિક હસ્તકલા દેખાડતી તેમની સાડીઓ પણ ખાસ છે. સાતથી વધુ બજેટમાં તેઓ હાથથી વણેલી સાડીઓમાં જોવા મળ્યા છે. તો આજે પણ આ પરંપરાને જ અનુસરી તેઓ ઓફ વ્હાઈટ સિલ્ક સાડી પહેરીને આવ્યા છે. જેના પર માછલીની આકૃતિવાળી ગોલ્ડન બ્રોડ બોર્ડર છે અને સાથે રેડ બ્લાઈઝ અને શૉલ પણ તેમણે પહેરી છે. સિતારામન સંસદભવનમાં આવી ચૂક્યા છે અને ફરી રેડ બજેટ બેગ અને ઑફ વ્હાઈટ સિલ્ક સાડીમાં તેઓ દેખાઈ રહ્યા છે.
તેની અગાઉની સાડીઓ પણ આજે ફરી ચર્ચામા આવી છે તો ચાલો જાણીએ સાત બજેટની સાત સાડીઓ વિશે.
2024 આંધ્રપ્રદેશની મંગલાગીરી સાડી
2024-25ના બજેટ માં સીતારામને બોર્ડરવાળી ઓફ-વ્હાઈટ મંગલાગીરી સાડી પસંદ કરી હતી. આંધ્ર પ્રદેશના ગંટુર જિલ્લામાંથી બનેલી મંગલગીરી સાડી તેની સાદગી અને સુઘડતા માટે જાણીતી છે. આ પસંદગી 2024 ના બજેટમાં આંધ્રપ્રદેશ માટે જાહેર કરાયેલ વિશેષ નાણાકીય સહાય માટે યોગ્યતા દર્શાવતી હતી.
બંગાળની બ્લુકાન્થા સ્ટીચ સાડી
અગાઉ ફેબ્રુઆરી 2024 માં વચગાળાના બજેટ માટે, સીતારમણે પશ્ચિમ બંગાળની પરંપરાગત હસ્તકલા, જટિલ કાંથા ભરતકામ સાથે વાદળી સાડી પસંદ કરી હતી. કાન્થા બંગાળી કારીગરીનું પ્રતીક છે.
2023 લાલ સિલ્ક સાડી
2023 માં, સીતારામને બ્લેક અને ગોલ્ડન બોર્ડરથી શણગારેલી લાલ રેશમી સાડી પસંદ કરી હતી જે દક્ષિણ ભારતીય કાપડની લાક્ષણિકતા છે. મંદિરની કૃતિ, રથ, મોર અને કમળ જેવા સ્થાપત્યોને દર્શાવતી, વારસો, શક્તિ અને સ્થિરતાનું પ્રતીક આ સાડીને માનવામાં આવે છે.
2022 ઓડિશાની હેન્ડલૂમ કલાત્મક સાડી
2022 માં, સીતારમને ઓડિશામાંથી અદભૂત બ્રાઉન બોમકાઈ સાડી પસંદ કરી હતી, જે સિલ્વર ઝરી અને પેટર્નથી તૈયાર કરવામાં આવી હતી. ગંજમ જિલ્લાની બોમકાઈ સાડીઓ કુદરત અને પૌરાણિક કથાઓની રૂપરેખાઓ અને તેની સમૃદ્ધી માટે જાણીતી છે. ઓડિશાનો હેન્ડલૂમ ઉદ્યોગ, ખાસ કરીને તેનું ઇકત અને ઝરી કામ, આ પ્રદેશના કલાત્મક વારસાનું પ્રમાણપત્ર છે.
2021 તેલંગાણાના પોચમપલ્લી સાડી
2021માં, સીતારામને તેલંગાણાની પરંપરાગત હાથથી વણાયેલી પોચમપલ્લી ઈકત સાડી પસંદ કરી. લાલ અને ઓફ-વ્હાઇટના વાઇબ્રન્ટ સાથે લીલી બોર્ડર સાડીમાં જોવા મળ્યા હતા. પોચમપલ્લી સાડીની પેટર્ન અને વાઇબ્રન્ટ રંગો એ ગતિશીલ પરિવર્તનનું પ્રતીક છે. જે દેશની આર્થિક સમૃદ્ધી દર્શાવે છે.
આ પણ વાંચો…બજેટ પહેલા સરકારે આપી રાહત, LPGના ભાવમાં થયો ઘટાડો
2020 બોલ્ડ પીળી સિલ્ક સાડી
2020 ના બજેટ માટે, સીતારમને વાદળી બોર્ડર સાથેની બોલ્ડ પીળી સિલ્ક સાડી પસંદ કરી હતી . પીળો રંગ સમૃદ્ધિ, સકારાત્મકતા અને નવી શરૂઆતના રંગ તરીકે જોવામાં આવે છે જ્યારે વાદળી સ્થિરતા અને શાંતિનું પ્રતિનિધિત્વ કરે છે.
2019 ગુલાબી મંગલગિરી સાડી
2019 માં સીતારામનનું પ્રથમ બજેટમાં તેમણે સોનેરી બોર્ડરવાળી ગુલાબી મંગલાગિરી સાડી પસંદ કરી હતી. આ વાઇબ્રન્ટ રંગ તેઓના તાજા અભિગમનું પ્રતીક છે. જ્યારે સોનેરી બોર્ડર ભારતના સમૃદ્ધ કાપડ વારસાની વાત કરે છે.