Somnath મંદિરની આસપાસ ઉર્સની ઉજવણીની અરજી સુપ્રીમે ફગાવી,ધાર્મિક સરઘસ નહીં કાઢી શકાય…
અમદાવાદઃ ગુજરાતના ગીર સોમનાથ(Somnath)જિલ્લામાં પ્રસિદ્ધ સોમનાથ મંદિર પાસેના ગેરકાયદે દબાણો પર તંત્રએ બુલડોઝરની કાર્યવાહી કરી હતી. જેમાં તંત્ર દ્વારા તોડી પાડવામાં આવેલા અનઅધિકૃત બાંધકામો પર આગામી 1થી 3 ફેબ્રુઆરી દરમિયાન ઉર્સની ઉજવણી માટે અરજદારે સુપ્રીમ કોર્ટમાં અરજી હતી. જો કે, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી હતી. ધાર્મિક યાત્રા યોજવાની હાજી માંગરોળી શાહ દરગાહની અરજી સુપ્રિમ કોર્ટે ફગાવતા સ્પષ્ટ શબ્દમાં જણાવ્યું હતું કે આ સરકારી જગ્યા છે અને તેના પર કોઇ ધાર્મિક ઝુલુસો યોજી શકાશે નહીં. રાજ્ય સરકારે ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચલાવ્યું હતું. ત્યારબાદ ધાર્મિક સરઘસને મંજૂરી આપવા માટે અરજદારે દાદ માગી હતી. જો કે, રાજ્ય સરકારે અરજીનો સખત વિરોધ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સોમનાથમાં માળખું જ અસ્તિત્વમાં નથી તો ધાર્મિક સરઘસ કાઢી નહીં શકાય.
Also read : કમોસમી વરસાદની આગાહી સામે ખેડૂતો રાખે આ અગમચેતી, હવામાન વિભાગે આપી સૂચના…
સ્ટિસ બીઆર ગવઈ અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે નોંધ લીધી હતી.
રાજ્ય સરકારે અરજીનો સખત વિરોધ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સોમનાથમાં માળખું જ અસ્તિત્વમાં નથી તો ધાર્મિક સરઘસ નહીં કાઢી શકાય. સમગ્ર મામલે રાજ્ય સરકાર વતી મહેતાએ જણાવ્યું હતું કે, અતિક્રમણ કરાયેલી જમીન પર હિન્દુ ધાર્મિક સમારોહ સહિતના કાર્યક્રમોને મંજૂરી આપવામાં આવી ન હતી. જ્યારે અરજદારના વકીલે કહ્યું કે, તંત્ર દ્વારા તોડી પાડવામાં આવેલી જગ્યા પર દરગાહ હતી, જ્યાં વર્ષોથી ઉર્સની ઉજવણીની પરંપરા ચાલી આવે છે. સોલિસિટર જનરલ તુષાર મહેતા દ્વારા કરવામાં આવેલી રજૂઆતોની જસ્ટિસ બીઆર ગવઈ અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે નોંધ લીધી હતી.
ચોક્કસ ધર્મ સ્થાનના તમામ બાંધકામો તોડી પડાયા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા ગત વર્ષે સપ્ટેમ્બર માસમાં સોમનાથ મંદિરની આસપાસ થયેલા ચોક્કસ ધર્મ સ્થાનના તમામ બાંધકામો તોડી પડાયા હતા અને જગ્યા ખાલી કરાવાઇ હતી. ગેરકાનૂની રીતે લાંબા સમયથી આ સ્થાન પર જે રીતે કબ્જો હતો તે દુર કરાવાયો હતો. જો કે આ કાર્યવાહી સામે અહીંના માંગરોળી શાહ દરગાહ દ્વારા એક તરફ આ જગ્યા પર પોતાના દાવો રજુ કરવામાં આવ્યો હતો તો બીજી તરફ અહીં ધાર્મિક ઝુલુસ યોજવા માટે ગુજરાત સરકારે જે મનાઇ ફરમાવી હતી તેની સામે સુપ્રિમમાં અરજી કરી હતી.
રાજ્ય સરકાર દ્વારા તેને આ વર્ષે મંજુરી અપાઇ નથી
જ્યારે દરગાહના મુંઝાવર દ્વારા કરાયેલી અરજીમાં જણાવાયું હતું કે 1000 વર્ષ કેથી વધુ સમયથી અહીં ધાર્મિક આયોજન થાય છે અને રાજ્ય સરકાર દ્વારા તેને આ વર્ષે મંજુરી અપાઇ નથી. પરંતુ આ જગ્યા પર ધાર્મિક આયોજનો અને યાત્રા માટે મંજુરી મળવી જોઇએ.
જો કે સુપ્રિમ કોર્ટ દ્વારા અગાઉ જ આ સ્થાન અને તેની જગ્યામાં રાજ્ય સરકારના દાવા પર પ્રાથમિક મંજુરીની મહોર મારી છે અને સર્વોચ્ચ અદાલતમાં થયેલી અરજી પર રાજ્ય સરકારે વિરોધ કરતાં જણાવ્યું હતું કે આ જગ્યા સરકારી છે અને તેના પર કોઇ ધાર્મિક આયોજનને મંજુરી આપી શકાય નહીં. ગુજરાત સરકાર વચ્ચે સોલીસીટર જનરલ તુષાર મહેતા અને સિનિયર ધારાશાસ્ત્રી જી.એચ. વિર્ક હાજર રહ્યા હતા.
Also read : કંડલાથી ચીન નિકાસ થતા પ્રતિબંધિત લાલમાટી ભરેલા 35 કન્ટેનરોને અમદાવાદ ડીઆરઆઈએ અટકાવ્યાં
આ જગ્યા રાજ્ય સરકારના કબ્જામાં રહેશે
સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આ જગ્યા રાજ્ય સરકારના કબ્જામાં રહેશે અને તેના પર ધાર્મિક યાત્રા યોજવામાં આવતી નથી. આમ હાજી માંગરોળી શાહ દરગાહ દ્વારા આ સ્થાન પર કોઇપણ પ્રકારના ધાર્મિક આયોજનો થઇ શકશે નહીં અને જમીન સરકાર હસ્તક જ રહેશે. આ સ્થળ પર ઉર્ષની ઉજવણી માટે મંજુરી માંગવામાં આવી હતી અને ઉર્ષનું ઝુલુસ પણ યોજવા માટે જણાવાયું હતું પરંતુ સુપ્રિમ કોર્ટે તે નકારી કાઢી હતી.