અમેરિકામાં વિમાન દુર્ઘટનાના મૃતકોમાં પ્રવાસી ભારતીય મહિલા સામેલઃ દોઢ વર્ષ અગાઉ થયા હતા લગ્ન…
વોશિંગ્ટનઃ અમેરિકાના રોનાલ્ડ રીગન નેશનલ એરપોર્ટ પર આર્મી હેલિકોપ્ટર અને જેટલાઇનર વચ્ચેની ભયાનક અથડામણમાં માર્યા ગયેલા 67 લોકોમાં પ્રવાસી ભારતીય મહિલા અસરા હુસૈન રઝાનો સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ્સમાંથી આ માહિતી મળી હતી.
Also read : વિશ્વનું સૌથી વ્યસ્ત એરપોર્ટ બન્યું દુબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટઃ 2024માં રેકોર્ડ બ્રેક પ્રવાસીએ કરી અવરજવર
અમેરિકામાં 2001 પછી આ સૌથી ઘાતક વિમાન દુર્ઘટના છે. આ ઘટના બુધવારે રાત્રે બની હતી જ્યારે અમેરિકન એરલાઇન્સની ફ્લાઈટ 5342 એરપોર્ટ નજીક આવી રહી હતી ત્યારે આર્મી હેલિકોપ્ટર સાથે અથડાઈ હતી. રઝા (26)ના સસરા ડો. હાશિમ રઝાએ સીએનએનને જણાવ્યું કે આ ઘટનામાં માર્યા ગયેલા લોકોમાં તેમની પુત્રવધૂ પણ સામેલ છે.
હાશિમે કહ્યું કે રઝાએ 2020માં ઇન્ડિયાના યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. તેમનો પુત્ર અને રઝા એક જ કોલેજમાં અભ્યાસ કરે છે અને બંનેના લગ્ન ઓગસ્ટ 2023માં થયા હતા. તેમના સસરાએ જણાવ્યું કે રઝા વોશિંગ્ટનમાં કન્સલ્ટન્ટ હતી, જે હોસ્પિટલ સંબંધિત પ્રોજેક્ટ પર કામ કરતી હતી અને આ સંબંધમાં તે મહિનામાં બે વાર વિચિટા જતી હતી.
તેમણે સીએનએનને કહ્યું કે તે અનેકવાર મોડી રાત્રે ઇમરજન્સી રૂમમાં શિફ્ટ ખતમ થયા બાદ તેમને ફોન કરતી હતી જેથી એ સુનિશ્વિત થઇ શકે કે ઘરે પરત ફરતા સમયે તેઓ જાગી રહ્યા છે.
રઝાના પતિ હમાદ રઝાએ જણાવ્યું હતું કે તેમની પત્નીએ તેમને મેસેજ કર્યો હતો કે તેમનું વિમાન ઉતરવાનું છે, પરંતુ જ્યાં સુધી તે તેને લેવા એરપોર્ટ પર પહોંચ્યા ત્યાં સુધીમાં તેમનું જીવન હંમેશા માટે બદલાઈ ગયું હતું અસરા રઝાએ મને કહ્યું હતું કે ‘અમે 20 મિનિટમાં ઉતરવાના છીએ. આ તેના અંતિમ શબ્દો હતા જે તેમણે તેમની પત્ની પાસેથી સાંભળ્યા હતા.
એનબીસી વોશિંગ્ટને હમાદને ટાંકીને જણાવ્યું હતું કે, “હું રાહ જોઈ રહ્યો હતો અને મેં ઇએમએસ (ઇમરજન્સી મેડિકલ સર્વિસ)ના અનેક વાહનોને મારી પાસેથી ખૂબ ઝડપથી પસાર થતા જોયા, જે અસામાન્ય લાગતું હતું અને મારા મેસેજ પણ જઇ રહ્યા નહોતા.
Also read : Washington Plane crash: પોટોમેક નદીમાંથી 19 મૃતદેહો મળ્યા, એર ટ્રાફિક કંટ્રોલરે આપી હતી ચેતવણી
“સાચું કહું તો હું ગભરાઈ ગયો હતો અને વિચારી રહ્યો હતો કે અમારી સાથે કંઈક ખરાબ થયું છે. અંતે મારો ડર સાચો પડ્યો કારણ કે તે એ જ વિમાન હતું જેમાં મારી પત્ની હતી.”