અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટે દ્વારા સિવિલ જજની ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે જાહેરનામુ બહાર પાડીને સિવિલ જજની 212 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ માટે 1 ફેબ્રુઆરીથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
Also read : કમોસમી વરસાદની આગાહી સામે ખેડૂતો રાખે આ અગમચેતી, હવામાન વિભાગે આપી સૂચના…
ગુજરાત હાઇકોર્ટે દ્વારા સિવિલ જજની 212 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ 1 ફેબ્રુઆરીથી 1 માર્ચ 2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.
શૈક્ષણિક લાયકાત
સિવિલ જજના પદ માટે અરજી કરવા માંગતા ઉમેદવાર પાસે કાયદાની ડિગ્રી હોવી આવશ્યક છે. આ માટે ઉમેદવારોએ SSC અથવા HSCમાં ગુજરાતી વિષય સાથે પરીક્ષા પાસ કરી હોવી જોઇએ. અથવા તેમણે ગુજરાતી ભાષાની નિપુણતા પરીક્ષા પાસ કરવી આવશ્યક છે.
કેટલો મળશે પગાર?
સિવિલ જજના પદ માટે માટે રૂ. 77,840થી 1,36,520ના પગાર ધોરણ મળશે.
ઉંમર મર્યાદા
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં સિવિલ અથવા ફોજદારી અધિકારક્ષેત્રની અદાલતોમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરતા હોવા જોઈએ. અરજી કરવાની અંતિમ તારીખ સુધીમાં ઉમેદવારની ઉંમર 35 વર્ષ હોવી જોઇએ. જો કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારને 3 વર્ષની છૂટછાટ મળશે.
અરજી માટેની ફી?
સામાન્ય વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી તરીકે રૂ. 2000, જ્યારે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારોએ રૂપિયા 1000 ફી ભરવાની રહેશે.
Also read : ભાજપે ગાંધીનગર સહિત વિવિધ પાલિકાના ઉમેદવારો કર્યા જાહેર, જુઓ લિસ્ટ
પરીક્ષા પદ્ધતિ
આ માટે ઉમેદવારોની પહેલા પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે. જેમાં MCQ આધારિત 100 માર્કનું એક પેપર રહેશે. જેમાં પાસ થનાર ઉમેદવારોને મુખ્ય પરીક્ષા આપવાનો મોકો મળશે. મુખ્ય પરીક્ષામાં બે પેપર લેખિત સ્વરૂપે, જ્યારે એક મૌખિક ઇંટરવ્યૂ રહેશે.