પુણેમાં જીબીએસ સિન્ડ્રોમને કારણે વધુ એક મોત…
પુણેઃ મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં ગુઇલેન-બેરે સિન્ડ્રોમ (GBS)ને કારણે વધુ એક મૃત્યુ નોંધાયું હતું. ૩૬ વર્ષીય પિમ્પલ ગુરવ નામના ઓલાના ડ્રાઇવરને ૨૧ જાન્યુઆરીના યશવંતરાવ ચવ્હાણ મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમ્યાન આજે તેનું મૃત્યુ થયું હતું. આ બીમારીને કારણે અત્યાર સુધીમાં કુલ ૩ લોકોના મોત થયા છે.
Also read : શિક્ષિકા પર બળાત્કારના આરોપસર શૈક્ષણિક સંસ્થાના સ્થાપકની ધરપકડ…
પશ્ચિમ બંગાળમાં એકનું મોત થયું હતું
પુણે સહિત દેશના અન્ય ભાગોમાં પણ ગુઇલેન બેરે બીમારીના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. પુણે બાદ નાગપુર અને પશ્ચિમ બંગાળમાં આ રોગના દર્દીઓ મળી આવ્યા છે. ૪ દિવસ પહેલા પશ્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગણા જિલ્લાના આમ ડાંગાના રહેવાસી ૧૭ વર્ષીય અરિત્ર મંડલનું આ રહસ્યમય બીમારીથી મૃત્યુ થયું હતું. તે ઘણા દિવસથી આ બીમારીથી પીડાતો હતો. ૨૩ જાન્યુઆરીએ તેને નીલ રતન સરકારી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેનું મૃત્યુ થયું હતું. મૃત્યુ પ્રમાણપત્રમાં મૃત્યુનું કારણ ગુઇલેન બેરે સિન્ડ્રોમ દર્શાવવામાં આવ્યું છે.
નાગપુરમાં પણ દર્દીઓ મળી આવ્યા
મળતી માહિતી મુજબ નાગપુરમાં પણ આ રોગના દર્દીઓ વધી રહ્યા છે. બે દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. આ રોગના દર્દીઓ વધતા, નાગપુર સહિત વિદર્ભની સરકારી હોસ્પિટલો એલર્ટ મોડ પર આવી ગઈ છે. લોકોને ડૉક્ટરની સલાહ વિના દવાઓ ન લેવાની સલાહ આપવામાં આવી રહી છે.
Also read : સાયબર ફ્રોડના 100થી વધુ ગુનામાં સંડોવાયેલા બે યુવક ચેન્નઈમાં પકડાયા
ગુઇલેન-બેરે સિન્ડ્રોમના લક્ષણો
ગુઇલેન-બેરે સિન્ડ્રોમ ને કારણે સ્નાયુઓમાં નબળાઇ આવે છે. રોગપ્રતિકારક શક્તિ આપણા શરીર પર હુમલો કરતા સ્નાયુઓમાં નબળાઈ અને કળતર થાય છે. તેના લક્ષણો ઝડપથી ફેલાય છે. હાથપગમાં ગંભીર નબળાઈ લાગે છે. જીબીએસના લક્ષણો સામાન્ય રીતે બંને પગમાં શરૂ થાય છે, પછી ઉપર તરફ વધે છે. કેટલીકવાર, લક્ષણો હાથ અથવા માથામાં શરૂ થાય છે અને નીચે તરફ જાય છે.