ઇંગ્લૅન્ડે ફીલ્ડિંગ પસંદ કરી, ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર…
પુણેઃ અહીં ભારત સામેની ચોથી ટી-20માં ઇંગ્લૅન્ડના કૅપ્ટન જૉસ બટલરે ટૉસ જીત્યા બાદ ફીલ્ડિંગ પસંદ કરી હતી. એ સાથે, પાંચ મૅચની આ સિરીઝમાં ભારતીય ટીમ પહેલી વાર મૅચની શરૂઆત બૅટિંગ સાથે કરશે.
Also read : ‘વિરાટ રન બનાવે કે ન બનાવે….’ દર્શકોની ભીડ જોઈએ હરભજન સિંહે વિરાટને આપી સલાહ
ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. મોહમ્મદ શમીના સ્થાને અર્શદીપ સિંહને ઇલેવનમાં સમાવવામાં આવ્યો છે, જ્યારે રિન્કુ સિંહે ઈજામુક્ત થયા બાદ કમબૅક કર્યું છે અને તેને ધ્રુવ જુરેલના સ્થાને તથા શિવમ દુબેને વૉશિંગ્ટન સુંદરના સ્થાને રમવાનો મોકો મળ્યો છે.
ઇંગ્લૅન્ડની ટીમમાં પેસ બોલર સાકિબ મહમૂદને માર્ક વૂડના સ્થાને અને જૅકબ બેથેલને જૅમી સ્મિથના સ્થાને ટીમમાં સમાવાયો છે. ફિલ સૉલ્ટ વિકેટકીપિંગની જવાબદારી સંભાળશે.
પહેલી ત્રણેય મૅચમાં ઇંગ્લૅન્ડે પ્રથમ બૅટિંગ કરી હતી. કોલકાતામાં એણે 132 રન અને ચેન્નઈમાં નવ વિકેટે 165 રન બનાવ્યા હતા. ભારતે એ બે મૅચ અનુક્રમે સાત વિકેટ અને બે વિકેટે જીતી લીધી હતી. રાજકોટની ત્રીજી ટી-20માં ઇંગ્લૅન્ડના 171/9 સામે ભારતીય ટીમ 145/9ના સ્કોરને કારણે 26 રનથી હારી ગઈ હતી.
Also read : પુણેમાં રિન્કુ બની ગયો રિષભ…
બન્ને દેશની પ્લેઇંગ ઇલેવનઃ
ભારતઃ સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), સંજુ સૅમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રિન્કુ સિંહ, અક્ષર પટેલ (વાઇસ-કૅપ્ટન), અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ અને વરુણ ચક્રવર્તી.
ઇંગ્લૅન્ડઃ જૉસ બટલર (કૅપ્ટન), ફિલ સૉલ્ટ (વિકેટકીપર), બેન ડકેટ, હૅરી બ્રૂક, લિઆમ લિવિંગસ્ટન, જૅકબ બેથેલ, જૅમી ઓવર્ટન, બ્રાયડન કાર્સ, જોફ્રા આર્ચર, આદિલ રાશિદ અને સાકિબ મહમૂદ.