કોંગ્રેસે રાષ્ટ્રપતિનું કર્યું ‘અપમાન’: સોનિયા ગાંધીના નિવેદન મુદ્દે PM Modiએ કર્યો પ્રહાર
નવી દિલ્હીઃ સંસદના બજેટ સત્રના પહેલા દિવસે રાષ્ટ્રપતિના સંબંધોન મુદ્દે સત્તાપક્ષ અને વિરોધ પક્ષ આમનસામને આવી ગયા હતા. કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ દ્વોપદી મુર્મુને Poor Lady કહ્યા હતા. સોનિયા ગાંધીએ કહ્યું કે રાષ્ટ્રપતિ અંતમાં બહુ થાકી ગયા હતા, પરંતુ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ સોનિયા ગાંધીના નિવેદનને વખોડી નાખ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાષ્ટ્રપતિનું અપમાન કર્યું હોવાનું જણાવ્યું હતું.
પીમ મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસના રાજવી પરિવારને દેશ ફરી જોયો છે. આજે રાષ્ટ્રપતિ દ્વોપદી મુર્મૂએ સંસદને સંબોધિત કરી હતી. તેઓ ઓડિશાના ગરીબ પરિવારમાંથી આવીને અહીં પહોંચ્યા છે. તેમની માતૃભાષા હિંદી નથી. તેઓ ઓડિયામાં ઉછેર્યા છે. આજે તેઓએ શ્રેષ્ઠ રીતે સંસદને સંબોધી હતી, પરંતુ કોંગ્રેસનો રાજવી પરિવાર તેમના અપમાન કર્યું. એક સભ્યએ તેમના ભાષણને બોરિંગ ગણાવ્યું હતું, જ્યારે બીજાએ તો તેમને પુઅર લેડી ગણાવ્યા હતા.
દિલ્હીવાસીઓને તાલમેલવાળી સરકાર જોઈએ
દરમિયાન દિલ્હી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં રેલીને સંબોધી હતી, ત્યારે આમ આદમી પાર્ટી (આપ)ની સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું હતું કે દિલ્હીવાસીઓને ભ્રષ્ટાચારની સરકાર ખપતી નથી, પરંતુ તાલમેલવાળી સરકાર જોઈએ છે.
વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જીતાડશે દિલ્હીવાસીઓ
પાટનગરમાં વિધાનસભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી (આપ), કોંગ્રેસ અને ભાજપ એમ ત્રણેય પક્ષો આમનસામને જોરદાર પ્રચાર અને દાવાઓ કરી રહ્યા છે ત્યારે આજે દિલ્હીના દ્વારકા વિસ્તારમાં પીએમ મોદીએ લોકોને સંબોધતા કહ્યું હતું કે દિલ્હીના રહેવાસીઓએ આપદ્દા યાની મુશ્કેલીઓ ઊભી કરનારાને ભગાડવાના છે અને આ વખતે ભારતીય જનતા પાર્ટીને જીતાડવાની છે. દિલ્હીને ભ્રષ્ટાચારવાળી નહીં, પરંતુ તાલમેલવાળી સરકાર જોઈએ છે.
આ પણ વાંચો : સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિને કહ્યું, Poor Lady, ભાજપ થયું લાલઘૂમ
કેન્દ્ર સરકારે યશોભૂમિકનું દ્વારકામાં કરાવ્યું છે નિર્માણ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જ્યારે પણ હું દ્વારકા આવું છું ત્યારે ભગવાન શ્રીકૃષ્ણની દ્વારિકાનગરી યાદ આવે એ સ્વાભાવિક છે. મારું સદ્ભાગ્ય છે ગુજરાતની દ્વારિકાનગરીની સેવા કરવાની તક મળી છે. ભાજપ દિલ્હીને જેટલું આધુનિક બનાવવા માગે છે એની એક ઝલક દ્વારકામાં જોવા મળે છે. કેન્દ્ર સરકારે અહીં ભવ્ય યશોભૂમિનું નિર્માણ કરાવ્યું છે.
ભારત વંદના પાર્ક દેશ માટે બનશે એક મોડલ
પીએમ મોદીએ કહ્યું હતું કે આગામી સમયમાં સમગ્ર વિસ્તારમાં એક સ્માર્ટ શહેર હશે. અહીં સમગ્ર દુનિયાના લોકો આવશે, જ્યાં ટૂરિઝમ, વેપાર, કારોબારમાં પણ ફેલાવો થશે. અહીં કેન્દ્રની ભાજપ સરકાર ભારત વંદના પાર્ક બનાવી રહી છે, જે સમગ્ર દેશ માટે એક મોડલ બનશે. વિકસિત ભારતની રાજધાની આવી હોવી જોઈએ. વાસ્તવમાં દિલ્હીને એક મોડલ બનાવવામાં આવશે, જેના માટે ભાજપ કામ કરશે.