નેશનલ

વિવાદ બાદ કિન્નર અખાડાએ મમતા કુલકર્ણીને સામે કરી કાર્યવાહી

પ્રયાગરાજ: પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં ઘણા વિવાદો થયા છે, જેમાંથી એક વિવાદ કિન્નર અખાડા સાથે જોડાયેલો છે. બોલિવૂડની ભૂતપૂર્વ અભિનેત્રી મમતા કુલકર્ણી(Mamta Kulkarni)ને કિન્નર અખાડાની મહામંડલેશ્વર બનાવવા બાબતે મોટો વિવાદ (Kinar Akhada) થયો હતો, હવે કિન્નર અખાડાના સ્થાપક ઋષિ અજય દાસે મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરના પદ પરથી હટાવી દીધી છે અને તેને અખાડામાંથી હાંકી કાઢવામાં આવી છે.

અહેવાલ મુજબ લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને પણ આચાર્ય મહામંડલેશ્વર અને અખાડાના પદ પરથી હાંકી કાઢવામાં આવ્યા છે. ટૂંક સમયમાં કિન્નર અખાડાના નવા આચાર્ય મહામંડલેશ્વરની જાહેરાત કરવામાં આવશે. ઋષિ અજય દાસે કહ્યું કે અખાડાનું નવેસરથી પુનર્ગઠન કરવામાં આવશે.

મમતાનો સન્યાસ:
મમતા કુલકર્ણીએ થોડા દિવસો પહેલા મહાકુંભ મેળા દરમિયાન સન્યાસની જાહેરાત કરી હતી. મમતાએ મહાકુંભ દરમિયાન કિન્નર અખાડામાં આચાર્ય મહામંડલેશ્વર ડૉ. લક્ષ્મી નારાયણ ત્રિપાઠી સાથે મુલાકાત કરી હતી. આ પછી, મમતાએ સંગમમાં પિંડદાનની વિધિ કરી અને કિન્નર અખાડામાં તેનો અભિષેક કરવામાં આવ્યો. સંન્યાસ લીધા પછી, મમતા કુલકર્ણીને નવું આધ્યાત્મિક નામ ‘શ્રી યમાઈ મમતા નંદ ગિરિ’ આપવામાં આવ્યું. આ સાથે, તેમને કિન્નર અખાડાના મહામંડલેશ્વર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

આ પણ વાંચો : અભિનેત્રી મમતા કુલકર્ણી સાધ્વી બની ગઈ, જુઓ વાઈરલ તસવીરો

સંતોનો વિરોધ:
મમતાને કિન્નર અખાડાના મહામંડલેશ્વર બનવવામાં આવતા મોટો વિવાદ સર્જાયો હતો. સંતો મમતાની નિમણુક સામે સતત વિરોધ કરી રહ્યા હતા. યોગગુરુ બાબા રામદેવે પણ મમતાને મહામંડલેશ્વર બનાવવાના નિર્ણય પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો જે ગઈકાલ સુધી સાંસારિક સુખોમાં વ્યસ્ત હતા, તેઓ એક જ દિવસમાં સંત બની ગયા છે, અથવા તેમને મહામંડલેશ્વર જેવા પદવીઓ મળી છે.

કિન્નર અખાડાના સ્થાપક અજય દાસે પણ કહ્યું હતું કે મહિલાને કિન્નર અખાડાના મહામંડલેશ્વર બનાવવા એ સિદ્ધાંતોની વિરુદ્ધ છે.

એક ન્યુઝ એજન્સી ને આપેલા એક ઇન્ટરવ્યુમાં મમતા કુલકર્ણીએ કહ્યું હતું કે, મારા ભારત છોડવાનું કારણ આધ્યાત્મિકતા હતી. 1996 માં, હું આધ્યાત્મિકતા તરફ વળી હતી અને તે દરમિયાન હું ગુરુ ગગન ગિરિ મહારાજને મળી. ત્યાર પછી, આધ્યાત્મિકતામાં મારો રસ વધ્યો અને મારી તપસ્યા શરૂ થઈ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button