કેજરીવાલ જબરા ફસાયા! નોટીસનો જવાબ આપવા ચૂંટણી પંચની ઓફિસે પહોંચ્યા

નવી દિલ્હી: વિધાન સભા ચૂંટણીના મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, એ પાહેલા દિલ્હીમાં રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું છે. આમ આદમી પાર્ટી(AAP)ના વડા અરવિંદ કેજરીવાલ યમુના નદીના પાણીમાં ઝેર ભેળવવા અંગે નિવેદન (Arvind Kejriwal about Yamuna Poison)આપી ફસાયા છે. આજે શુક્રવારે કેજરીવાલ નોટીસનો જવાબ આપવા ચૂંટણી પંચના કાર્યાલય પહોંચ્યા હતાં. ચૂંટણી પંચે આ અઠવાડિયાની શરૂઆતમાં કેજરીવાલને નોટિસ મોકલી હતી અને શુક્રવારે સવારે 11 વાગ્યા સુધીમાં તેમના નિવેદનો પર સ્પષ્ટતા રજૂ કરવા જણાવ્યું હતું. આ દરમિયાન કેજરીવાલની સાથે દિલ્હીના મુખ્ય પ્રધાન આતિશી અને પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન પણ હાજર હતાં.
કેજરીવાલના EC પર આરોપ:
ચૂંટણી પંચની ઓફિસની મુલાકાત લેતા પહેલા, કેજરીવાલે પત્રકારોને જણાવ્યું હતું કે બીજી નોટિસની ભાષા સૂચવે છે કે ચૂંટણી પંચે તેમની કાર્યવાહી અંગે પહેલાથી જ નિર્ણય લઇ લીધો છે.આજે કેજરીવાલે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું”હું દિલ્હીના લોકોને અભિનંદન આપવા માંગુ છું. યમુનામાં એમોનિયાનું સ્તર, જે 26-27 જાન્યુઆરી દરમિયાન 7 પીપીએમ હતું, તે હવે ઘટીને 2.1 પીપીએમ થઈ ગયું છે,”કેજરીવાલે દાવો કર્યો હતો કે દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન AAPની છબી ખરાબ કરવા માટે ભાજપ સરકારે યમુના નદીના પાણીમાં એમોનિયા ભેળવીને દિલ્હીના લોકોને બીમાર કરવાનું કાવતરું ઘડ્યું છે. આ નિવેદન બાબતે ચૂંટણી પંચે કેજરીવાલને નોટીસ પાઠવી હતી.
કેજરીવાલની જવાબ:
આજે અરવિંદ કેજરીવાલે ચૂંટણી પંચની નોટિસનો જવાબ આપ્યો છે. કેજરીવાલે કમિશનના પાંચ પ્રશ્નોના જવાબમાં દિલ્હી જલ બોર્ડના CEOના પત્રનો ઉલ્લેખ કર્યો છે. કેજરીવાલે પોતાના છ પાનાના જવાબમાં ચૂંટણી પંચ પર ગંભીર આરોપો લગાવ્યા છે. આ જવાબમાં, તેમણે દિલ્હી જળ બોર્ડના સીઈઓ શિલ્પા શિંદે દ્વારા દિલ્હીના મુખ્ય સચિવને લખેલા પત્રનો ઉલ્લેખ કર્યો છે, જેમાં યમુના નદીમાં એમોનિયાની હાજરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.ચૂંટણી પંચે કેજરીવાલને પાંચ પ્રશ્નો પૂછ્યા હતાં, જેના જવાબમાં કેજરીવાલે દિલ્હી જળ બોર્ડના સીઈઓનો ઉલ્લેખ કરીને જવાબ આપ્યા. કેજરીવાલે જવાબ આપતા કહ્યું કે યમુના નદીના પાણીમાં એમોનિયાનું પ્રમાણ વધ્યું છે.
Also read:વિકાસની વાતો કરનારા અરવિંદ કેજરીવાલ પણ જાતિવાદને શરણે; શું જાટ કાર્ડથી મળશે દિલ્હીનો તાજ?
દિલ્હી જલ બોર્ડના સીઈઓના 27 જાન્યુઆરી 2025 ના નિવેદન દ્વારા આની પુષ્ટિ થાય છે, જે જવાબ સાથે જોડવામાં આવ્યો છે. દિલ્હી જળ બોર્ડના સીઈઓ અને બોર્ડના અન્ય અધિકારીઓ દ્વારા ઝેરની પુષ્ટિ કરવામાં આવી છે.