સ્પોર્ટસ

રોહિત વગરના સમારોહમાં ચમકદમક જ ન રહે, પાકિસ્તાને આ બે પ્રોગ્રામ રદ કરવા પડ્યા…

મુંબઈ: રોહિત શર્મા ભલે ન્યૂ ઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા સામેની તાજેતરની ટેસ્ટ સીરિઝોમાં ફ્લૉપ ગયો અને ગયા અઠવાડિયે રણજી ટ્રોફીની મૅચમાં પણ સારું ન રમી શક્યો, પરંતુ ટી-20 ક્રિકેટમાં આ વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન તેમ જ વન-ડે ક્રિકેટના આ વિક્રમાદિત્યનો ક્રિકેટ જગતમાં અનોખો પ્રભાવ તો છે જ. બીજું બીસીસીઆઈ તમામ ક્રિકેટ બોર્ડમાં સરતાજ છે અને એટલે જ પાકિસ્તાને મજબૂરીથી પોતાને ત્યાં આગામી બે મોટી ઇવેન્ટ રદ કરવી પડી છે.વાત એવી છે કે 19મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં વન-ડેની ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થવાની છે. 1996માં પાકિસ્તાને ભારત સાથે સંયુક્ત રીતે વર્લ્ડ કપનું આયોજન કર્યું હતું ત્યાર પછી પહેલી જ વાર પાકિસ્તાનમાં આઇસીસી ઇવેન્ટ યોજાઇ રહી છે.

આ ટૂર્નામેન્ટ પહેલાં તમામ ટીમોના કેપ્ટનોની મોટી ઇવેન્ટ તેમ જ ફોટોશૂટનો કાર્યક્રમ પાકિસ્તાનમાં યોજાવાનો હતો, પરંતુ પાકિસ્તાને એ રદ કરવો પડ્યો છે.ભારત સરકાર પોતાની ક્રિકેટ ટીમને પાકિસ્તાનમાં આ ટૂર્નામેન્ટ માટે નથી મોકલવાની એટલે સ્વાભાવિક છે કે કેપ્ટન રોહિત શર્માને પણ આ બે ઇવેન્ટ માટે ન જ મોકલે.ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની તમામ મૅચો દુબઈમાં રમાવાની છે.

Also read:રોહિત શર્માએ નિવૃત્તિ લઇ જ લીધી હતી, પરંતુ આ કારણે બદલ્યો વિચાર!

હવે વાત એવી છે કે રોહિત શર્મા ન આવવાનો હોય તો તેના વગરની કેપ્ટનોની ઇવેન્ટ અધૂરી કહેવાય અને ફિક્કી પણ પડી જાય અને ફોટોશૂટનો પ્રોગ્રામ તેના વગર ઝાંખો પડી જાય. પાકિસ્તાને આ બે ઇવેન્ટ જ કૅન્સલ કરી નાખી છે.લાચાર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ટૂર્નામેન્ટ પહેલાં લાહોરમાં માત્ર એક નાની ઓપનિંગ સેરેમની રાખશે.2008માં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ મુંબઈમાં હુમલો કર્યો ત્યાર બાદ ભારતે ક્યારે પોતાના ક્રિકેટરોને પાકિસ્તાનના પ્રવાસે નથી મોકલ્યા. જોકે પાકિસ્તાનના ખેલાડીઓ બે વખત ભારત આવી ચૂક્યા છે. છેલ્લે 2023માં વન-ડેના વર્લ્ડ કપ વખતે પાકિસ્તાનની ટીમ ભારતના પ્રવાસે આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button