આપણું ગુજરાત

અમદાવાદ નહીં આ શહેરમાં સૌથી વધુ ઈસ્યુ થઈ લિકર પરમિટ, રાજ્યમાં 50 ટકાનો ઘટાડો

અમદાવાદઃ ગુજરાતની ઓળખ ડ્રાય સ્ટેટ તરીકેની છે. જોકે તેમ છતાં રાજ્યના કોઈને કોઈ શહેરમાંથી સમયાંતરે દારૂનો મોટા જથ્થો ઝડપાતો રહે છે. રાજ્યમાં લિકર પરમિટના અરજદરોમાં મોટો ઘટાડો થયો હતો. એક રિપોર્ટ પ્રમાણે 2023માં છ મોટા શહેરમાં 7440ની સામે 2024માં માત્ર 3499 લોકોને લિકર પરમિટ આપવામાં આવી હતી.

રાજ્યમાં અનેક લોકો તણાવ, અનિદ્રા જેવી બીમારીનું કારણ બતાવીને હેલ્થ પરમિટ લેતા હોય છે. રાજ્યમાં હાલ અંદાજે 43 હજારથી વધુ લોકો પાસે લિકર પરમિટ છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2024માં સુરતમાં સૌથી વધુ લિકર પરમિટ આપવામાં આવી હતી, 2023માં અહીં 1143 લોકોને પરમિટ ઈસ્યુ થઈ હતી. સુરતમાં આશરે 13000 લોકો પાસે દારૂની પરમિટ છે.

Also read:અરે દિલ્હીની કયા વાત કરવી અમદાવાદની હવા બની રહી છે ઝેરી: AQIનો આંકડો 150ને પાર

વર્ષ 2024માં અંમદાવાદમાં 332 લોકોને લિકર પરમિટ આપવામાં આવી હતી, જ્યારે 2023માં 1023 લોકોને આ પરમિટ આપવામાં આવી હતી. લિકર પરમિટમાં થયેલા ઘટાડા અંગે નિષ્ણાતોનું કહેવું છેક પરિમટ શોપમાં દારૂ પર 65 ટકાનો ટેક્સ લેવામાં આવે છે. જેના કારણે કિંમત વધી જાય છે. આ ઉપરાંત તોતિંગ ટેક્સથી પણ અરજદારો ઘટ્યા છે.

ગુજરાતના છ અગ્રણી શહેરોમાં કયા વર્ષે કેટલી પરમિટ ઈસ્યુ થઈ

સુરતમાં 2023માં 1143 અને 2024માં 703, અમદાવાદમાં 2023માં 1023 અને 2024માં 332, વડોદરામાં 2023માં 386 અને 2024માં 239, રાજકોટમાં 2023માં 178 અને 2024માં 216, ભાવનગરમાં 2023માં 186 અને 2024માં 168, ગાંધીનગરમાં 2023માં 191 અને 2024માં 131 લિકર પરમિટ આપવામાં આવી હતી.

અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિત ગુજરાતનાં નાના મોટા શહેરો સાથે ગુજરાતમાં પરમિટ ધારકોની સંખ્યા લગભગ 52,000 જેટલી છે. જેમાં સૌથી વધુ 15,000 પરમિટ સાથે અમદાવાદ જિલ્લો મોખરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button