ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન-ISRO આગામી 21 ઓક્ટોબરે સવારે 7 થી 9 વચ્ચે શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી એક પરીક્ષણ યાનના પ્રક્ષેપણ સાથે ગગનયાન મિશન માટે માનવરહિત ઉડાન પરીક્ષણ શરૂ કરશે. ઇસરોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે “મિશન ગગનયાન: ટીવી-ડી1 પરીક્ષણ ઉડાન 21 ઓક્ટોબર 2023ના રોજ સવારે સાતથી 9 વાગ્યાની વચ્ચે શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી નિર્ધારિત કરવામાં આવ્યું છે.”
ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથે શનિવારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 21 ઓક્ટોબરે ટીવી-ડી1 પરીક્ષણ ઉડાન બાદ ગગનયાન કાર્યક્રમ હેઠળ વધુ 3 પરીક્ષણ યાન મિશન શરૂ કરવામાં આવશે. ઇસરોની પરિકલ્પનામાં ગગન પરિયોજના હેઠળ અવકાશયાત્રીઓને પૃથ્વીની 400 કિમીની ભ્રમણકક્ષામાં સફળતા પૂર્વક પ્રક્ષેપિત કરીને તેમને પૃથ્વી પર સુરક્ષિત રીતે પરત લાવવાની યાનની ક્ષમતા ચકાસવામાં આવશે.
ફ્લાઇટ ટેસ્ટ વ્હીકલ (TV-D1) નો હેતુ ક્રૂ મોડ્યુલ (CM) નું પરીક્ષણ કરવાનો છે જે આવતા વર્ષના અંતમાં ભારતીય અવકાશયાત્રીઓને લઈ જશે.
Taboola Feed