મહાયુતિના સાથી પક્ષોની વચ્ચે સત્તા માટે ‘આંતરિક તકરાર’: પટોલેએ વ્યક્ત કરી ચિંતા

મુંબઈ: સત્તાધારી મહાયુતિના ભાગીદારો વચ્ચે સત્તા માટે ‘આંતરિક તકરાર’ ચાલી રહી છે અને સરકાર અવ્યવસ્થિત રીતે કામ કરી રહી છે, એવો દાવો મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ કર્યો હતો.
તેમણે આરોપ લગાવ્યો હતો કે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યપ્રધાન તરીકેની તેમની જવાબદારીઓને અસરકારક રીતે સંભાળવામાં નિષ્ફળ ગયા હોવાથી મહારાષ્ટ્ર અશાંતિની સ્થિતિમાં છે. ‘જ્યારથી ભાજપની આગેવાની હેઠળનું મહાયુતિ ગઠબંધન સત્તામાં આવ્યું છે, ત્યારથી ત્રણ શાસક પક્ષો વચ્ચે સત્તા માટે આંતરિક ખેંચતાણ ચાલી રહી છે. સરકારની સ્થિતિ ચિંતાજનક છે કારણ કે તે અસ્તવ્યસ્ત રીતે કામ કરી રહી છે, ”તેમણે આક્ષેપ કર્યો હતો.
Also read:મહાયુતિના વડાઓ પાલક પ્રધાનનો નિર્ણય લેશે: અદિતિ તટકરે
લાડકી બહેન યોજનાનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે, મહિલાઓને દર મહિને ૧,૫૦૦ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. વહાલી બહેનોના પતિઓ જે ખેડૂત છે, રોજેરોજ આત્મહત્યા કરી રહ્યા છે.
સરકારે સોયાબીનના ક્વિન્ટલ દીઠ રૂ. ૬,૦૦૦નો ભાવ આપવાનું વચન આપ્યું હતું, પરંતુ ખેડૂતોને રૂ. ૩,૦૦૦ પણ મળતા નથી. ડાંગર, ડુંગળી અને કપાસની સ્થિતિ અલગ નથી,” તેમણે કહ્યું હતું.
(PTI)