પ્રમાણપત્ર મેળવવા ધક્કા ખાઈને પિતાએ આપઘાત કર્યા બાદ તંત્રની ઉડી ઉંઘ, ગ્રામ પંચાયતમાંથી નીકળશે 67 પ્રમાણપત્ર…
દરેક પ્રમાણપત્ર માટે નાગરિકોએ 20 રૂપિયા ચૂકવવા પડશે.
અમદાવાદઃ ગુજરાતના મહીસાગર જિલ્લામાં થોડા દિવસ પહેલા એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. કડાણા તાલુકાના રણકપુર ગામમાં રહેતા ઉદાભાઈ ડામોરની દીકરી દ્રુવિશાને વાવના થરાદમાં આવેલ પોસ્ટ ઓફિસમાં ST જાતિના આધારે નોકરી મળી હતી, જે અંતર્ગત તેણે સબમિટ કરેલું સર્ટિફિકેટ ગુજરાતી ભાષામાં હતું અને તેણે 10 દિવસમાં અંગ્રેજી ભાષામાં આ સર્ટિફિકેટ સબમિટ કરવાનું હતું. આ માટે ઉદાભાઈને સરકારી કચેરીઓના એટલા બધા ધક્કા ખાવા પડ્યા કે તેને કંટાળીને અંતિમ પગલું ભર્યું હતું. પિતાએ કંટાળી નજીક ખેતરમાં ઝાડ સાથે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો અને આપઘાત કરતા પહેલા પિતાએ એક સ્યૂસાઈડ નોટ લખી હતી, જેમાં મામલતદાર અને નાયબ મામલતદારનો ઉલ્લેખ કર્યો હતો. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. જે બાદ સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો હોય તેમ લાગે છે.
Also read : અમરેલી લેટર કાંડઃ આરોપી મનીષ વઘાસીયાએ કર્યો મોટો ઘટસ્ફોટ, રાજકારણમાં આવી શકે છે ગરમાવો
20 રૂપિયા ચૂકવીને મેળવી શકાશે પ્રમાણપત્ર
ગુજરાત સરકારનો ગ્રામીણ વિસ્તારના લોકો માટે મોટો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે મુજબ 67 પ્રકારના પ્રમાણપત્રો હવે ગ્રામ પંચાયતમાંથી જ મળશે. મહેસૂલ વિભાગ સંબંધિત 54 પ્રકારના,સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના 13 પ્રમાણપત્રો ગ્રામ પંચાયતમાંથી જ મળી શકશે. દરેક પ્રમાણપત્ર માટે નાગરિકોએ રૂ. 20 ચૂકવવાના રહેશે. 20 રૂપિયામાંથી વીઈસી નિર્ભરતા માટે 16 રૂપિયા અને સંબંધિત ગ્રામ પંયાયતને 4 રૂપિયા મળશે.
Also read : અમદાવાદનો આ વિસ્તાર જાણે ટીબીનું ઘર! સૌથી વધુ 1229 કેસ
કયા કયા પ્રમાણપત્ર મેળવી શકાશે
વારસાઇ પ્રમાણપત્ર, સોલવન્સી પ્રમાણપત્ર (દારપણા નો દાખલો), અધિનિવાસ પ્રમાણપત્ર, દારૂખાનાના વેચાણ માટેનો હંગામી પરવાનો મેળવવા બાબત, ચારિત્ર્ય પ્રમાણપત્ર, લેન્ડ રેવન્યુ કોડની કલમ-73 એએ હેઠળની મંજુરી આપવા બાબત, સરકારી ખાતાની જમીનની માંગણી, દારૂખાના વેચાણ/સંગ્રહ કરવા માટે પરવાનો મેળવવા બાબત, સ્ટેમ્પ વેન્ડર પરવાનો તાજો કરવા, લેન્ડ રેવન્યુ કોડની કલમ ૬૫ હેઠળની મંજૂરી બાબત (બિન ખેતી), રાહતદરે ફાળવેલ પ્લોટ ઉપર બેન્ક / એલ.આઈ.સી. /અન્ય નાણાંકીય સંસ્થામાંથી મકાન બાંધકામ લોન મેળવવા જરૂરી “ના-વાંધા પ્રમાણપત્ર” મેળવવા બાબત, રાહતદરે ફાળવેલ પ્લોટ ઉપર બાંધકામની મુદત વધારવા માટેની માંગણી બાબત, ખેતીના હેતુ માટે જમીન એકત્ર કરવા માટે, પરવાના તાજા કરવા અંગે, પરવાના સ્થળફેર-નામફેર, ઉમેરા અંગે, એક્સપ્લોઝીવ નિયમો હેઠળ સ્ટોરેજ લાઇસન્સ આપવું, પેટ્રોલીયમ પેદાશોના પરવાના આપવા, પીટીશન રાઈટર પરવાનો તાજો કરવા, વ્યક્તિગત જમીનની માંગણી, ગ્રામ્ય વિસ્તાર-ઉદ્યોગના હેતુ માટે જમીન આપવા બાબત, રાષ્ટ્રીય ફૂટુંબ સહાય યોજના હેઠળ કુદરતી/અકુદરતી મૃત્યુ સહાય, સીધી લીટીના વારસદારોની વારસાઈના કિસ્સા માટે સોગદનામું, ગ્રામ્ય વિસ્તાર-મહેસુલ માફીથી સંસ્થા/ટ્રસ્ટને જમીન આપવા બાબત, ખેડૂત હોવાનું પ્રમાણપત્ર, રાહતદરે ફાળવવામાં આવેલ પ્લોટ ઉપર બાંધકામ કરવામાં થયેલ વિલંબ નિયમબધ્ધ કરવા બાબત, ટ્રસ્ટ – રજીસ્ટર્ડ સંસ્થાની જમીનની માંગણી, સ્ટેમ્પ રીફન્ડ આપવ, સહકારી મંડળીની જમીનની માંગણી, જમીન મહેસૂલ સંહિતાની કલમ 65 હેઠળ મંજૂરી. આહારગૃહ પ્રમાણપત્ર તાજુ કરાવવું, ગ્રામ્ય વિસ્તાર – રહેણાંકના હેતુ માટે ગૃહનિર્માણ બોર્ડને જમીન આપવા, બિન- ખેતી થયેલ જમીનનાં હેતુફેર કરવા, . સહકાર અધિનિયમ – 1961 અન્વયે સહકારી મંડળીની સામાન્યત સભા બોલાવવા બાબત, શહેરી વિસ્તાર – ઉદ્યોગના હેતુ માટે જમીન આપવા બાબત, શહેરી વિસ્તાર – રહેણાંકના હેતુ માટે વ્યકિતગત – ગૃહ નિર્માણ મંડળી – ને જમીન આપવા બાબત, શહેરી વિસ્તાર – મહેસૂલ માફીથી સંસ્થા – ટ્રસ્ટને જમીન આપવા બાબત, સ્ટેમ્પ વેન્ડર લાઇસન્સ મેળવવા માટે અરજી, ખાનગી માલીકીની ઝાડ કાપવા મંજુરી, સ્મશાન, કબ્રસ્તાન માટે જમીન નીમ કરવા માટે, જમીન મહેસૂલ સંહિતાની કલમ ૬૩ હેઠળ મંજૂરી, સોલ્વન્ટ પરવાના આપવા બાબત, રાવળા હક્કની જમીન કાયમી હક્કમાં તબદીલ કરવા, ગ્રામ્ય વિસ્તાર – માજી સૈનિકોને રહેઠાણ માટે જમીન આપવા બાબત, શહેરી વિસ્તાર – સરકારી કર્મચારી તરીકે જમીન આપવા બાબત, ગ્રામ્ય વિસ્તાર – સરકારી કર્મચારી તરીકે જમીન આપવા બાબત, ગ્રામ્ય વિસ્તાર – સહકારી મંડળીઓને જમીન આપવા બાબત, છુટક/જથ્થાબંધ પરવાનો આપવા અંગે, ભાગીદારીખત આધારે નામ દાખલ કે કમી કરવા અંગે, પ્લોટની વારસાઇ કરવા માટેની અરજી બાબત, ખેતીની જમીન એકત્રિત કરવા બાબત, બીનખેતી શરતભંગ બદલ એન.ઓ.સી. આપવા સહિત અન્ય પ્રમાણપત્રોનો સમાવેશ થાય છે.