ટોપ ન્યૂઝનેશનલ

યમુનામાં ઝેરના નિવેદન પર કેજરીવાલે ચૂંટણી પંચને રજૂ કર્યો જવાબ; જાણો શું કહ્યું જવાબમાં…

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે યમુનામાં જળ પ્રદૂષણ અંગેના તેમના નિવેદનો બાદ રાજકારણ ગરમાયું હતું. અરવિંદ કેજરીવાલે તેમના નિવેદન અંગે ચૂંટણી પંચની નોટિસનો જવાબ આપ્યો છે. કેજરીવાલે 14 પાનામાં ચૂંટણી પંચને પોતાનો લેખિત જવાબ આપ્યો છે. તેમણે પોતાના નિવેદનની વિશ્વસનીયતા સાબિત કરવા માટે તથ્યો પણ રજૂ કર્યા છે.

Also read : Waqf Amendment Bill: JPCએ સુધારેલા વક્ફ બિલને મંજૂરી, આવતીકાલે સ્પીકરને સોંપાશે

અરવિંદ કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે યમુનાના પાણી અંગેનું નિવેદન હરિયાણાથી આવતા શુદ્ધિકરણ ન કરાયેલા પાણીની ગંભીર ઝેરી અને પ્રદૂષણને ઉજાગર કરવા માટે આપવામાં આવ્યું હતું. ચૂંટણી પંચને જવાબ આપતા કેજરીવાલે એક પત્રમાં જણાવ્યું હતું કે, હરિયાણાથી તાજેતરમાં જ પ્રાપ્ત થયેલું કાચું પાણી ખૂબ જ દૂષિત અને માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત ઝેરી છે. હરિયાણાથી આવતું કાચું પાણી એટલું પ્રદૂષિત છે કે દિલ્હીના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેને સુરક્ષિત મર્યાદામાં પ્રક્રિયા કરવામાં અસમર્થ છે.

હરિયાણાના લોકો યમુનામાં ઝેર ભેળવે છે
આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજેરીવાલે આક્ષેપ કર્યો હતો કે હરિયાણામાં ભાજપના માણસો યમુનામાં ઝેર ભેળવી રહ્યા છે અને તેને દિલ્હી મોકલી રહ્યા છે. અરવિંદ કેજરીવાલના આ નિવેદનનો ખૂબ જ વિરોધ જોવા મળી રહ્યો છે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ નિવેદન પર આકરા પ્રહારો કર્યા હતા, જ્યારે વિવાદાસ્પદ મુદ્દે હરિયાણા સરકારે કેજરીવાલ સામે એફઆઈઆર નોંધાવવાનો નિર્ણય લીધો હતો.

Also read : સાઉદી અરેબિયામાં માર્ગ અકસ્માતમાં 9 ભારતીયના મોત: જયશંકરે વ્યક્ત કર્યું દુખ

ભાજપે ચૂંટણી પંચમાં નોંધાવી ફરિયાદ
અરવિંદ કેજરીવાલના આ આરોપો પર દિલ્હી જલ બોર્ડના સીઈઓએ દિલ્હીના મુખ્ય સચિવને પત્ર લખીને કેજરીવાલના દાવાઓને ભ્રામક અને ખોટા ગણાવ્યા હતા. ત્યારબાદ ભાજપે કેજરીવાલ વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરી હતી. ભાજપે ચૂંટણી પંચ પાસે કેજરીવાલ પર પ્રચાર કરવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. આ ફરિયાદ પર, ચૂંટણી પંચે કેજરીવાલને નોટિસ ફટકારી હતી અને તેમને જવાબ આપવા માટે બુધવારે રાત્રે 8 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button