કેબિનેટ દ્વારા 16,000 કરોડના મહત્વપૂર્ણ મિશનને મંજૂરી, ખનિજોના સંશોધનને મળશે વેગ
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળે બજેટ પહેલા ખેડૂતોને મોટી રાહત આપી છે. કેબિનેટે આજે બુધવારે બે મહત્વપૂર્ણ નિર્ણયોને મંજૂરી આપવામાં આવી છે. જેનો ખેડૂતોને ફાયદો મી રહેશે, તે ઉપરાંત કૃષિ ક્ષેત્ર સહિત અન્ય ઘણા ક્ષેત્રોને પણ ફાયદો થશે. મંત્રીમંડળે 16,300 કરોડ રૂપિયાના નેશનલ ક્રિટિકલ મિનરલ્સ મિશનને પણ મંજૂરી આપી છે, જેનાથી દેશ ખનિજોના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનશે.
આ પણ વાંચો: કેબિનેટનો મોટો નિર્ણયઃ ગુજરાતની તમામ સરકારી કચેરીમાં સોલાર પેનલ લગાવાશે
શું છે ક્રિટિકલ મિનરલ ?
ક્રિટિકલ મિનરલ એવા છે જે અત્યંત મહત્વપૂર્ણ છે પરંતુ તેમનો પુરવઠો ઘણો મર્યાદિત છે. તેમાંથી મોટાભાગના ખનીજો માટે ભારત હજુ પણ આયાત પર નિર્ભર છે. આજે કેબિનેટની બેઠકમાં તેને મંજૂરી આપવામાં આવી છે. આ મિશન માટે 6 વર્ષ સુધી 1600 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. રાષ્ટ્રીય ક્રિટિકલ મિનરલ મિશન એ ભારતના આર્થિક અને વ્યૂહાત્મક વિકાસ માટે એક મોટું પગલું છે. આ મિશન ઇંધણ રહિત ઉર્જા સ્ત્રોતો, ઇલેક્ટ્રિક વાહનો, સંરક્ષણ અને હાઇ-ટેક ઉદ્યોગોને આત્મનિર્ભર બનાવવામાં મદદ કરશે.
ખનિજોના સંશોધનને વેગ આપશે
મહત્વપૂર્ણ ખનિજોના ક્ષેત્રમાં ભારતની આત્મનિર્ભરતા માટે એક અસરકારક માળખું સ્થાપિત કરવાની જરૂર હોય, તે વિઝનને અનુરૂપ, નાણામંત્રીએ 23 જુલાઈ 2024 ના રોજ કેન્દ્રીય બજેટ 2024-25માં ક્રિટિકલ મિનરલ મિશનની સ્થાપનાની જાહેરાત કરી હતી. આ મિશન દેશની અંદર અને તેના દરિયા કિનારાના વિસ્તારોમાં મહત્વપૂર્ણ ખનિજોના સંશોધનને વેગ આપશે. તેનો ઉદ્દેશ્ય મહત્વપૂર્ણ ખનિજોની સાથે સંકળાયેલા ખાણકામ પ્રોજેક્ટ્સ માટે ઝડપી નિયમનકારી મંજૂરી પ્રક્રિયા બનાવવાનો છે.
ક્રિટિકલ મિનરલ મિશનથી ભારતને ફાયદો
ભારત ઇલેક્ટ્રિક વાહનો (EV), સૌર ઉર્જા અને હાઇ-ટેક ઉદ્યોગો માટે પોતાની સપ્લાય ચેઇન વિકસાવી શકે છે. આયાત પર નિર્ભરતમાં ઘટાડો થશે. ચીન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકાથી આ ખનિજોની આયાત પરની નિર્ભરતા ઘટશે. નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતોમાટે જરૂરી ખનિજોનો પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવશે. ખાણકામ અને પ્રક્રિયા ઉદ્યોગોમાં નવી નોકરીઓનું સર્જન થશે.