આતંકવાદના કેસમાં કાશ્મીરના સાંસદે દિલ્હી હાઈ કોર્ટમાં માંગ્યા જામીન
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના સાંસદ રાશિદ એન્જિનિયરે આજે આતંકવાદ માટે ભંડોળના કેસમાં વચગાળાના જામીન માટે દિલ્હી હાઈ કોર્ટમાં અરજી કરી હતી. રાશિદ એન્જિનિયરે ૩૧ જાન્યુઆરીથી શરૂ થઈને ચાર એપ્રિલે પૂર્ણ થનારા સંસદના આગામી બજેટ સત્રમાં હાજરી આપવા માંગતા હોવાનું કારણ જણાવી રાહત માંગી હતી.
વૈકલ્પિક રીતે, તેણે અરજી કરી હતી કે તેને આ સમયગાળા દરમિયાન કસ્ટડી પેરોલ આપવામાં આવે. આ અરજી એનઆઈએનાં કેસમાં તેને જામીન આપવાના મુદ્દા પરની પેન્ડિંગ અરજીનો ભાગ છે.
આપણ વાંચો: PM મોદીએ ન્યૂ ઓર્લિયન્સમાં આતંકવાદી હુમલાની કરી આકરી નિંદા
સાંસદની મુખ્ય અરજીમાં હાઈ કોર્ટને વિનંતી કરી હતી કે તે તેની પેન્ડિંગ જામીન અરજીનો અહીંની નીચલી કોર્ટ દ્વારા ઝડપી નિકાલ કરવાનો નિર્દેશ આપવામાં આવે અથવા તો આ મામલો પોતે જ નક્કી કરે.
૨૩ જાન્યુઆરીના રોજ, હાઈ કોર્ટે આ કેસમાં એનઆઈએનો પક્ષ માંગ્યો હતો અને ૩૦ જાન્યુઆરીના રોજ સુનાવણી માટે તેને સૂચિબદ્ધ કરી હતી. રાશીદની વચગાળાની જામીન માટેની અરજી પર પણ ૩૦ જાન્યુઆરીએ હાઈ કોર્ટ દ્વારા સુનાવણી થવાની ધારણા છે.
ગયા વર્ષે ૨૪ ડિસેમ્બરના રોજ, એડિશનલ સેશન્સ કોર્ટના જજ ચંદર જીત સિંહ – જેમણે રશીદની કેસને ધારાસભ્યો પર કેસ ચલાવવા માટે નિયુક્ત કોર્ટમાં ટ્રાન્સફર કરવા જિલ્લા ન્યાયાધીશને વિનંતીની અરજી ફગાવી દીધી હતી.