મરાઠા આરક્ષણની સુનાવણી નવેસરથી શરૂ થશેઃ કારણ શું?

મુંબઈ: મરાઠા આરક્ષણ સંદર્ભે એક મોટા સમાચાર સામે આવ્યા છે. મરાઠા આરાક્ષણ બાબતે મુંબઈ હાઈ કોર્ટે મોટો નિર્ણય લીધો હોઇ આ પ્રકરણની સુનાવણી હવે નવેસરથી શરૂ કરવામાં આવશે, એવી માહિતી સામે આવે છે. સરકારી નોકરીઓ અને એજ્યુકેશનમા મરાઠા આરક્ષણ કાયદાને પડકારતી અરજી પર શરૂઆતથી જ ફરી વાર સુનાવણી થશે.
Also read : પાણીની પાઈપલાઈનોને બદલવા માટે 309 કરોડ રૂપિયા ખર્ચાશે
અરજીકર્તા તરફથી નવનિયુક્ત ન્યાયાધીશને વિનંતી કરવામાં આવી હતી. જોકે આ કેસમાં આખી બેંચ દ્વારા સુનાવણી કરાય એ માટે પણ કહેવામાં આવ્યું હતું. દરમિયાન કોર્ટે એ વિનંતીને માન્યતા આપી છે. આને કારણે હવે ચીફ જસ્ટિસની અધ્યક્ષતામાં સંપૂર્ણ બેંચ સુનાવણી હાથ ધરવા માટે તૈયાર થઇ છે. આ સાથે જ અરજીકર્તાને આ બાબત રજિસ્ટ્રાર પાસે નવેસરથી અરજી કરવા માટેનો નિર્દેશ કોર્ટે આપ્યો હતો.
મરાઠા આરક્ષણ સંદર્ભે મુંબઈ હાઈ કોર્ટે ફરી નવેસરથી સુનાવણી થવાની હોવાનો નિર્દેશ આપતાં હવે મરાઠા આરાક્ષણની સુનાવણી લંબાય એવી શકયતા વર્તાઇ રહી છે. કારણ કે આ પહેલાં ચીફ જસ્ટિસની અધ્યતા હેઠળ કોર્ટ આ પ્રકરણે સુનાવણી લેતી હોવાથી સુનાવણી લગભગ પૂરી થવાને આરે હતી.
Also read : પ્રદૂષણ નિયંત્રણઃ શહેરોમાં હવાની ગુણવત્તા સુધારવા મહારાષ્ટ્ર સરકારે ભર્યું મોટું પગલું
જોકે 60 ટકા સુનાવણી પૂરી થવાને આરે હતી. અરજીકર્તા દ્વારા દલીલો થઇ ગઇ હતી અને સરકારી વકીલની દલીલો ચાલી રહી હતી. એવામાં મુંબઈ હાઈ કોર્ટના ચીફ જસ્ટિસની બદલી થતાં સુનાવણી નવેસરથી ખંડપીઠ સમક્ષ થશે, એવી માહિતી સામે આવી છે.