રિયાધ: સાઉદી અરેબિયામાં એક ભયાનક માર્ગ અકસ્માતની દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 9 ભારતીયના મૃત્યુ થયા છે. આ અકસ્માત અંગે જેદ્દાહ સ્થિત ભારતીય મિશન દ્વારા માહિતી આપવામાં આવી હતી.
મિશને જણાવ્યું હતું કે આ અકસ્માત પશ્ચિમ સાઉદી અરેબિયાના જીઝાન નજીક થયો હતો. મિશને જણાવ્યું હતું કે તે અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારોના સંપર્કમાં છે. મિશન સાઉદીના અધિકારીઓના સંપર્કમાં છે અને તેના તરફથી સમર્થન મળી રહ્યું છે.
અકસ્માતમાં 9 ભારતીય નાગરિકના મૃત્યુ
ભારતીય વાણિજ્ય દૂતાવાસે ટ્વીટર પોસ્ટમાં જણાવ્યું હતું કે, “સાઉદી અરેબિયાના પશ્ચિમ ક્ષેત્રમાં જીઝાન નજીક માર્ગ અકસ્માતમાં 9 ભારતીય નાગરિકોના દુઃખદ મૃત્યુ પર અમે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.
આપણ વાંચો: સાઉદી અરેબિયાના રણમાં ભારે હિમવર્ષા; સૂકી રેતી પર પથરાઈ બરફની ચાદર
શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે અમારી હૃદયપૂર્વકની સંવેદના. જેદ્દાહમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ સંપૂર્ણ સહાય પૂરી પાડી રહ્યા છે અને અધિકારીઓ અને પરિવારો સાથે સંપર્કમાં છે. અમે ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની પણ કામના કરીએ છીએ.”
પીડિત પરિવાર માટે હેલ્પલાઈન શરુ કરી
અકસ્માતની ઘટના બાદ ભારતીય કોન્સ્યુલેટે એક હેલ્પલાઇન પણ શરૂ કરી છે જેના દ્વારા મૃતકો અને ઘાયલોના પરિવારો ઘટના સંબંધિત માહિતી મેળવી શકે છે. વિદેશ પ્રધાન એસ જયશંકરે પણ આ અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે કહ્યું કે જેદ્દાહમાં કોન્સ્યુલેટ જનરલ આ દુ:ખદ પરિસ્થિતિમાં પરિવારોને સંપૂર્ણ સહાય પૂરી પાડી રહ્યું છે.
Grieved to learn of this accident and the loss of lives. Spoke with our Consul General in Jeddah, who is in touch with the concerned families. He is extending fullest support in this tragic situation. https://t.co/MHmntScjOT
— Dr. S. Jaishankar (@DrSJaishankar) January 29, 2025
વિદેશ પ્રધાન એસ. જયશંકરે વ્યક્ત કર્યું દુઃખ
સાઉદી અરબના અકસ્માતની ઘટના પર વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે અકસ્માત અને જાનહાનિ વિશે જાણીને તેમને “દુઃખ” થયું છે. ટ્વિટર પર એક પોસ્ટમાં, વિદેશ મંત્રીએ કહ્યું, “જેદ્દાહમાં અમારા કોન્સ્યુલ જનરલ સાથે વાત કરી, જેઓ સંબંધિત પરિવારોના સંપર્કમાં છે. તેઓ આ દુઃખદ પરિસ્થિતિમાં તે સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે.
આપણ વાંચો: તેલ સંકટ નિવારવા સાઉદી અરેબિયાનો નવો કિમીયો, હવે શાહી મહેલ ભાડે આપશે
નવ ભારતીય અને ત્રણ-ત્રણ નેપાળ અને ઘાનાના નાગરિક
આ અકસ્માતમાં પંદર લોકોના મોત થયા છે, પરંતુ તેમાં નવ ભારતીય છે. નવમાંથી એક ભારતીય યુવકની ઓળખ કરવામાં આવી છે. પંદરમાંથી નવ ભારતીય, ત્રણ નેપાળ અને ત્રણ ઘાના નાગરિક છે.
ઘાયલોને હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. મૃતકમાં એક ભારતીય તેલંગણાનો રહેવાસી છે. કપેલી રમેશી તરીકે તેની ઓળખ કરવામાં આવી છે, જ્યારે ઈજાગ્રસ્ત 11 લોકોમાં બે જણ તેલંગણાના શ્રમિક છે.