તમારા સ્માર્ટ ટીવીમાં આ એપ્સ ઇન્સ્ટોલ કરી દો, ફાયદામાં રહેશો
આજના સમયમાં લગભગ દરેક ઘરોમાં સ્માર્ટ ટીવી આવી ગયા છે. નામ પ્રમાણે જ આ ટીવી ખરેખર સ્માર્ટ છે, પણ જો તમને સ્માર્ટ રીતે વાપરતા આવડે તો. આ સ્માર્ટ ટીવીને સ્માર્ટ રીતે કેવી રીતે વાપરવા એ પણ એક કળા છે. જો તમે તમારા સ્માર્ટ ટીવીનો યોગ્ય રીતે ઉપયોગ નથી કરતા તો સમજી લો તમારી માટે સ્માર્ટ ટીવીનો કોઇ અર્થ જ નથી. તમે નાહકના આવા સ્માર્ટ ટીવી લેવા પાછળ પૈસા વેડફ્યા. તમારે કોઇ સાદુ ટીવી જ લેવું જોઇતું હતું.
સ્માર્ટ ટીવીને સ્માર્ટ બનાવવા માટે તેમા ંકેટલીક એપ્સ ઇન્સ્ટોલ કરવી જરૂરી છે. આ એપ્સ તમને ભરપૂર મનોરંજન પૂરું પાડશે અને દર મહિને તમારા પૈસા પણ બચાવશે. આપણે આજે એવી કેટલીક એપ્સ વિશે જાણીએ.
smart tube :
સ્માર્ટ ટ્યુબ એપ ઘણી જ કામની એપ છે. આ એપ તમને Youtube જેવી સુવિધાઓ તો આપે જ છે અને એ સાથે જ Youtubeમાં આવતી જાહેરાતોથી છૂટકારો પણ અપાવે છે. તમે જ્યારે Youtube વાપરતા હશો ત્યારે તમે જોયું હશે કે વચ્ચે વચ્ચે નાની નાની જાહેરાતો તમારા રંગમાં કેટલો બધો ભંગ પાડે છે અને તમને કેટલું બધું હેરાન કરે છે. આવી બધી ઝંઝટથી છૂટકારો મેળવવા માટે smart tube એપ ઇન્સ્ટોલ કરી દો. આ એપ તમને ઘણી કામ લાગશે અને તમારા Youtube પ્રીમિયમના પૈસા પણ બચી જશે.
Airconsole
તમારા ઘરમાં બાળકો તો હશે જ અને બાળકોને કમ્પ્યુટર ગેમ્સ, વીડિયો ગેમ્સનું કેટલું ઘેલુ હોય છે એ તો તમે જાણતા જ હશો. કદાચ તમારા બાળકે
Sony playstation કે Xbox લાવી આપવાની જીદ પણ કરી હશે. પણ આ બધી ગેમ્સ ઘણી જ મોંઘી હોય છે. પણ, હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. જો તમારી પાસે Sony playstation ખરીદવાના પૈસા નથી તો પણ ચિંતા નહીં કરતા. તમે તમારા સ્માર્ટ ટીવી પર Airconsole એપ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરી લો. તમારે તમારા મોબાઇલમાં પણ આ એપ ઇન્સ્ટોલ કરવી પડશે. ત્યાર બાદ તમે ટીવી પર તમારા ફોનની ગેમ્સનો ભરપૂર આનંદ ઉઠાવી શકશો. તમે મોટી સ્ક્રીન પર આ ગેમ્સ રમી શકશો અને આ એપ વિશે વધુ માહિતી આપતા વીડિયો પણ જોઇ શકશો.
આ પણ વાંચો : ઉનાળામાં વધુ આવે છે ઈલેક્ટ્રિસિટી બિલ? આ સ્માર્ટ ટ્રિક ફોલો કરો અને જુઓ મેજિક…
CricFy
તમે જો તમારા ટીવી પર દર મહિને DTH રિચાર્જ કરો છઓ તો આ એપ તમારી માટેઘણી કામની છે. આ એપની મદદથી તમે ફ્રીમાં લાઇવ ટીવીનો આનંદ માણી શકો છો. બસ તમારે માત્ર આ એપ ઇન્સ્ટોલ કરવાની છએ, પછી તમારે કોઇ ખર્ચ કરવાની જરૂર નથી. તમે ફ્રીમાં મનોરંજન અને રમતગમતની ચેનલોનો આનંત ઉઠાવી શકશો.
તો છે ને આ ઘણી રસપ્રદ માહિતી. તો વિચારી શું રહ્યા છો. આજે જ આ ત્રણે એપ ડાઉનલોડ કરી દો અને પછી મજા જ મજા…