અમદાવાદટોપ ન્યૂઝ

સરકારી અધિકારી બનવા ઈચ્છુક માટે ખુશખબરઃ GPSC આ વર્ષે 1,751 જગ્યા પર ભરતી કરશે…

અમદાવાદ: સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ષ 2025નું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. GPSC દ્વારા તેમના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. જીપીએસસી દ્વારા વર્ષ 2025માં કુલ અંદાજિત 1751 જગ્યા પર ભરતી કરવામાં આવશે.

Also read : અમદાવાદ ફ્લાવર શોમાં જોયેલા રોપા ઘરે લાવવા છે, પહોંચી જાવ આ 5 જગ્યાએ

સરકારી અધિકારીઓની ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મહત્વપૂર્ણ સમાચાર છે. GPSC દ્વારા વર્ષ 2025નું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જીપીએસસી દ્વારા વર્ષ 2025માં ક્લાસ વન, ટૂ અને ત્રીજા વર્ગ મળીને કુલ અંદાજિત 1751 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જે તે પરીક્ષા માટેની જાહેરાત આગામી સમયમાં આયોગ દ્વારા જાહેર કરવામાં આવશે.

એપ્રિલમાં Dysoની પરીક્ષાનું આયોજન

જીપીએસસી દ્વારા નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર, ત્રીજા વર્ગની 160 જેટલી જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ જગ્યાઓ માટે દિવ્યાંગોની ખાસ ભરતીનું માંગણીપત્રક મળેલ છે, જેની જાહેરાત ટૂંક સમયમા આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવશે. જેની પ્રાથમિક પરીક્ષા સંભવત: અપ્રિલ-2025 તથા મુખ્ય પરીક્ષા જૂન-2025મા યોજાશે.

શિક્ષણ સેવાની 300 જગ્યાઓ જુલાઇમાં ભરતી જાહેર

આ ઉપરાંત, ગુજરાત શિક્ષણ સેવા, વર્ગ-2 (વહીવટી શાખા)ની 300 જગ્યા પર જુલાઇ 2025માં ભરતીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે, જેની પરીક્ષા સંભવિત રીતે નવેમ્બર મહિનામાં યોજાશે, જ્યારે મુખ્ય પરીક્ષા 2026માં યોજાશે. જ્યારે રાજ્ય વેરા નિરીક્ષક, ત્રીજા વર્ગની 323 જગ્યા પરની ભરતીની સપ્ટેમ્બર મહિનામાં જાહેરાત કરવામાં આવશે. જ્યારે તેની પ્રાથમિક પરીક્ષા ડિસેમ્બર 2025માં યોજાશે અને તેની મુખ્ય પરીક્ષા માર્ચ 2026માં જ્યારે તેના ઇન્ટરવ્યૂ જૂન 2026માં યોજાશે.

Also read : રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે 6700 કરોડની રેકોર્ડબ્રેક મગફળીની ખરીદી

STIની 323 જગ્યાઓ પર થશે ભરતી

તે ઉપરાંત ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-1/2 અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-2 ની 100 જગ્યાઓ પર ડિસેમ્બર માસમાં ભરતી જાહેર કરવામાં આવશે. રાજ્ય વેરા નિરીક્ષકની 323 જગ્યાઓ પર સપ્ટેમ્બર 2025માં ભરતી કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button