મનોરંજન

Aishwarya Rai-Bachchan ને જાણીતા ડિરેક્ટર કર્યો સ્પર્શ તો એક્સ બોયફ્રેન્ડે આપ્યું આવું…

બોલીવૂડની મોસ્ટ બ્યુટીફૂલ અને ટેલેન્ટેડ એક્ટ્રેસમાંથી એક એવી ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) છેલ્લાં કેટલાક સમયથી પોતાની પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં રહે છે. બોલીવૂડ એક્ટર અને પતિ અભિષેક બચ્ચન (Abhishek Bachchan) સાથેના ડિવોર્સની રિપોર્ટ્સને કારણે તે ખૂબ જ લાઈમલાઈટમાં રહે છે.

Also read : Viral Video: જાહેરમાં Aishwarya Rai-Bachchanએ કરી પતિ અભિષેક બચ્ચન સાથે એવી હરકત કે…

પરંતુ આજે આપણે અહીં ઐશ્વર્યાની લાઈફના એક એવા કિસ્સા વિશે ચર્ચામાં કરવાના છીએ એના વિશે ખૂબ જ ઓછા લોકોને જાણ છે. આ કિસ્સાની વાત કરીએ તો ઐશ્વર્યાને એ જાણીતા ડિરેક્ટરે ટચ કરતાં જ એક્ટ્રેસના એકસ બોયફ્રેન્ડ રહી ચૂકેલા સલમાન ખાન (Salman Khan)ને કંઈક એવું કર્યું હતું કે જે જોઈને તો બધા જ ચોંકી ઉઠ્યા હતા. ચાલો જોઈએ આખરે એવું તે શું કર્યું સલમાને-

વાત જાણે એમ છે કે આ કિસ્સો 18મી જૂન, 1999માં આવેલી ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમના સમયનો છે. ફિલ્મ 16 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી હતી અને 52 કરોડનો બિઝનેસ કરીને આ ફિલ્મે મેકર્સની બલ્લે બલ્લે કરી દીધી હતી. ફિલ્મના શૂટિંગ સમયે જ ઐશ્વર્યા રાય-બચ્ચન અને સલમાન ખાનનું અફેયર શરૂ થયું હતું.

સલમાન ખાન પોતાના ગુસ્સા માટે ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ પ્રખ્યાત છે અને આ જ ફિલ્મના સેટ પર ડિરેક્ટર સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali)એ કંઈક એવું કર્યું હતું કે સલમાનનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. આવો જોઈએ શું છે આખી ઘટના-

આ ફિલ્મમાં ઐશ્વર્યાની માતાનો રોલ નિભાવનાર સ્મિતા જયકરે આ કિસ્સો એક ઈન્ટરવ્યુમાં જણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જ્યારે ફિલ્મના સુપરહિટ સોન્ગ આંખો કી ગુસ્તાખિયાંનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે શરૂઆતમાં તો બધું ઠીક હતું. પરંતુ જ્યારે સંજય લીલા ભણસાલી ઐશ્વર્યાને ડાન્સની મૂવ્ઝ સમજાવી રહ્યા હતા. એ સમયે સંજયે ઐશ્વર્યાનો હાથ પકડી લીધો. આ જોઈને સલમાન ગુસ્સામાં લાલ થઈ ગયો હતો.

સલમાન તરત જ સંજય પાસે પહોંચી ગયો અને તેણે કહ્યું કે સંજય સર તમે એને ટચ કેવી રીતે કરી, તમે એને ના ટચ કરી શકો. સલમાનની આ હરકતથી સેટ પર માહોલ ટેન્શનવાળો છે. જોકે, આનો કોઈ મોટો ઈશ્યુ નહોતો થયો. ઐશ્વર્યા માટે સલમાનનું હદથી વધારે પ્રોટેક્ટિવ થવું બાકી લોકો માટે મુશ્કેલ થઈ ગયું હતું.

Also read : બેડરૂમમાં છોકરા સાથે પકડાઇ જાન્હવી કપૂર પછી….

જોકે, થોડાક સમય બાદ સંજય અને સલમાન વચ્ચેના સંબંધો સુધરી ગયા હતા. ડિરેક્ટરે એક ઈન્ટરવ્યુમાં સલમાનને પોતાનો સારો મિત્ર ગણાવ્યો હતો. આ સિવાય થોડાક સમય પહેલાં જ્યારે સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ હીરામંડી રિલીઝ થઈ ત્યારે એના પ્રીમિયરમાં સલમાન ખાન પણ પહોંચ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button