ઈન્ટરવલ

વેનેઝુએલાની પ્રજાનો સખત વિરોધ છતાં ધરાર સત્તારૂઢ થયા નિકોલસ મદુરો

પ્રાસંગિક -અમૂલ દવે

વેનેઝુએલાના લોકપ્રિય નેતા હુગો ચાવેઝના અવસાન બાદ વચગાળાના પ્રમુખ તરીકે સત્તા સંભાળ્યાના 11 વર્ષ બાદ નિકોલસ મદુરોએ લેટિન અમેરિકાના દેશ વેનેઝુએલામાં પ્રમુખ તરીકે ફરી સોગંદ લીધા છે.
હોદ્દો જાળવી રાખવાના સંજોગો અને એમના સત્તારૂઢ થવા સામેનો આંતરરાષ્ટ્રીય વિરોધ જૂની ઘટનાનો પૂર્વાભાસ કરાવે છે. 2019માં મદુરોએ પ્રમુખ તરીકે બીજી વાર સોગંદ લીધા ત્યારે અમેરિકા, પાડોશી દેશ કોલંબિયા અને બ્રાઝિલ તથા યુરોપિયન યુનિયનના સભ્ય દેશો એમ કુલ 40 દેશ તરફથી એમના પ્રમુખપદને માન્યતા નહોતી મળી. માત્ર બોલિવિયા, કયુબા, નિકારગુઆ અને અલ સાલ્વાડોર સહિત 16 દેશે તાજપોશી વખતે એમના પ્રતિનિધિઓને મોકલ્યા હતા.

આનાથી વિપરીત 2025માં ફક્ત ક્યુબા અને નિકારાગુઆના બે પ્રમુખ જ આ તાજપોશીમાં હાજર રહ્યા. 28 જુલાઈ, 2024માં થયેલી ચૂંટણીમાં જે રીતે મદુરોએ પોતાને વિજયી ઘોષિત કર્યા એની સામે આંતરરાષ્ટ્રીય વિરોધ વધારે પ્રબળ છે. અમેરિકા અને યુરોપિયન યુનિયને આનો વિરોધ કર્યો છે. લેટિન અમેરિકા દેશોએ ચૂંટણીના પરિણામનો વિરોધ કર્યો છે. આ દેશોનો આક્ષેપ છે કે હકીકતમાં મદુરો હારી ગયા છે, પણ એમણે ઘાલમેલ કરી વિજય મેળવ્યો છે.

હકીકતમાં તો વિરોધ પક્ષના એડમન્ડ ગોન્ઝાલેઝ વિજયી થયા હતા. વેનેઝુએલાના પાડોશી દેશો કોલંબિયા, બ્રાઝિલ અને ચીલીએ મદુરોની જીતને નકારી કાઢી છે. આ ત્રણેય દેશમાં ડાબેરીઓની સત્તા છે. વિરોધ પક્ષના નેતા ગોન્ઝાલેઝે સ્પેનમાં આશરો લીધો છે. ગોન્ઝાલેઝેએ તાજેતરમાં લેટિન અમેરિકાના બે જમણેરી શાસિત દેશ આર્જેન્ટિના અને પનામાની મુલાકાત લીધી હતી. આ બે જમણેરી ઝુકાવ ધરાવતા દેશોએ વેનેઝુએલાના પ્રમુખની તાજપોશીમાં ન હાજર રહેવાનું નક્કી કર્યું હતું.

મદુરોને વિજેતા જાહેર કરતાં પરિણામ અને ચૂંટણી પ્રક્રિયા સામે અનેક ગંભીર સવાલ ઉભા થયા છે. સંયુક્ત રાષ્ટ્રસંઘે ચૂંટણી વખતે નિષ્ણાતોની સમિતિને મોકલાવી હતી. યુએને પણ મદુરોને વિજયી જાહેર કરવાના નિર્ણયનો વિરોધ કર્યો છે.

વેનેઝુએલા પણ ભારતની જેમ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન વાપરે છે. ભારતમાં તમે ‘ઈવીએમ’માં બટન દબાવીને મત આપો પછી તમને એક સ્લિપ ‘વીવીપીએટી’ મશીનમાં પડતી દેખાય છે. ભારતમાં જૂજ ટકાના ઈવીએમ અને વીવીપીએટી મશીનના મતને સરખાવવામાં આવે છે ત્યારે ભારતના વિરોધપક્ષની માગણી છે કે જે ચબરખી નીકળે છે એ મતદાતાને મળવી જોઈએ અને મતદાતાને એ વીવીપીએટી પેટીમાં નાખવાની છૂટ હોવી જોઈએ.

બીજી તરફ, વેનેઝુએલામાં મતદાતા પસંદગી કરે પછી એક ઇલેકટ્રોનિક રસીદ નીકળે છે. ચૂંટણી પછી દરેક મશીન ઉમેદવારનાં નામ અને એને મળેલા મતની ટેલી શીટ છાપે છે. નેશનલ ઇલેક્શન કાઉન્સિલ પરંપરાગત રીતે ચૂંટણીના મત વેબસાઈટપર મૂકે છે. જોકે આ વખતે ગણતરીના સમયે વેબસાઈટ બગડી ગઈ હતી એટલે વિરોધ પક્ષોએ રિઝલ્ટ સામે વાંધો ઉઠાવતાં માગણી કરી હતી કે ટેલી શીટ બહાર પાડવામાં આવે.

વિરોધ પક્ષોએ 30,026 મતદાર કેન્દ્રોમાંથી 83 ટકા ટેલી શટ ભેગી કરી હતી અને એના પ્રમાણે ગોન્ઝાલેઝને 67 ટકા મત મળ્યા હતા. જોકે નેશનલ ઇલેક્શન કાઉન્સિલના આંકડા અલગ હતા. તેના પ્રમાણે મદુરોને 51.05 ટકા ને ગોન્ઝાલેઝને 43.2 ટકા મત મળ્યા હતા. મદુરોના શાસને ડરામણી યુક્તિનો ઉપયોગ કર્યો હોવા છતાં મદુરોને લોકોએ મત આપ્યા નહોતા. મદુરોની સોગંદ વિધિ વખતે દેશભરમાં એનો સખત વિરોધ થયો હતો અને બાઈડેન અને ટ્રમ્પ બન્નેએ કહ્યું હતું કે મદુરો ચૂંટણી હારી ગયા છે અને એ બન્નેએ ગોન્ઝાલેઝને ચૂંટાયેલા પ્રમુખ વર્ણવ્યા છે.

આ સરમુખત્યારશાહી અને તાનાશાહી જ છે કે ચૂંટણી હારી ગયા છતાં મદુરો ત્રીજી વાર પ્રમુખ બન્યા છે. મદુરોને ચીન, રશિયા, ઈરાન, ક્યુબા તથા નિકારગુઆ ટેકો આપે છે. ચીન વેનેઝુએલા પાસેથી સસ્તામાં ખનીજ તેલ ખરીદે છે. ઈરાનની કંપની આ દેશમાં તેલ કાઢવાનું કામ કરે છે. અમેરિકા અને બીજા દેશોના આકરા પ્રતિબંધોને લીધે રશિયા, ચીન અને ઈરાનને મોકળું મેદાન મળી ગયું છે. આકરા પ્રતિબંધોને લીધે મદુરો કરતાં વેનેઝુએલાના લોકોને સહન કરવું પડે છે..

અમેરિકાએ મદુરોની ધરપકડ કરનારને 6.5 કરોડ ડોલરનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. મદુરો આનાથી વિચલિત થયા નથી. એમણે તાનાશાહી ચાલુ રાખી.. દરેક સરમુખત્યાવેનેઝુએલામાં 303 અબજ બેરલ તેલનો ભંડાર છે. ગલ્ફ કરતાં વધારે તેલ હોવા છતાં અખાતના દેશો તવંગર અને વેનેઝુએલા કંગાળ છે. આ કંગાળીયતનુંરનું એક દિવસે પતન થાય છે. એ સમય દૂર નથી કે મદુરોની હાલત પણ જર્મનીના હિટલર, યુગાન્ડાના ઈદી અમીન અને સિરિયાના અસદ જેવી થશે.

સૌથી વધુ તેલ છતાં પ્રજાને એક ટંક ખાવાના સાંસા વેનેઝુએલા એ દક્ષિણ અમેરિકામાં આવેલો એક દેશ છે. વેનેઝુએલા દેશની રાજધાની કારાકાસએ મોટું શહેર છે. ખનીજ તેલની વાત નીકળે એટલે આરબ દેશો જ યાદ આવે, પરંતુ વેનેઝુએલા દુનિયામાં પેટ્રોલિયમ ઉત્પાદનમાં વિશ્વમાં પાંચમું સ્થાન ધરાવે છે. અહીં જેટલું સસ્તું (90 પૈસા પ્રતિ લીટર) તેલ વિશ્વમાં બીજે ક્યાંય નથી મળતું. મોંઘવારીએ માઝા મૂકી છે. વેનેઝુએલા 1970-80માં લેટિન અમેરિકનો સૌથી તવંગર દેશ હતો, પરંતુ આજે તે ગરીબ દેશ બની ગયો છે..

વેનેઝુએલામાં 303 અબજ બેરલ તેલનો ભંડાર છે. ગલ્ફ કરતાં વધારે તેલ હોવા છતાં અખાતના દેશો તવંગર અને વેનેઝુએલા કંગાળ છે. આ કંગાળીયતનું કારણ અવસાન પામેલા પ્રમુખ ચાવેઝનું શાસન છે. ચાવેઝે વેનેઝુએલાના લોકોને એટલી રેવડી વહેંચી કે ત્યાંના લોકોને મફત વસ્તુની આદત પડી ગઈ. બધી વસ્તુમાં એટલી સબસિડી આપવામાં આવી કે બધા ઉત્પાદકો ભાગી ગયા. ચાવેઝે બધી કંપનીનું રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું હતું. મદુરોએ પણ એના પૂરોગામી ચાવેઝની કલ્યાણકારી નીતિ ચાલુ રાખી અને બધુ મફત આપવા એટલી લોન લીધી કે દેશ દેવામાં જતો રહ્યો હતો.

મદુરોના 11 વર્ષના શાસનમાં વેનેઝુએલાનું જોરદાર પતન થયું છે. ઓક્ટોબર 2023માં યુએનેએ માહિતી આપી હતી કે 77 લાખ લોકો કંટાળીને આ દેશ છોડી દીધો છે અને આ લોકો લેટિન અમેરિકા અને કેરિબિયન દેશોમાં સ્થાયી થયા છે. વેનેઝુએલા પેટ્રોલ પર જ બધો મદાર રાખતો હોવાથી એનું પતન થયું છે. 2014માં તેલના ભાવ ગગડી જતા આ દેશની અધોગતિ શરૂ થઈ હતી. ત્યાર બાદ આર્થિક પ્રતિબંધોને લીધે આ દેશની આર્થિક હાલત કથળી છે. દક્ષિણમાં એમેઝોનના જંગલ તથા ઉત્તર ભાગમાં દરિયાકાંઠે પથરાયેલા ગાલીચા જેવા બીચ મન મોહી લે તેવા છે. આ દેશ તેના કુદરતી સૌંદર્ય ઉપરાંત વિશ્વસુંદરીઓ માટે પણ જાણીતો છે. અહીં દુનિયાનો સૌથી મોટો ધોધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button