ઇન્ટરનેશનલ

જર્મનીએ આ દેશને રોકડું સંભળાવ્યું, આગમાં ઘી હોમવાનું કામ ના કરો…

ઈરાન પણ ઈઝરાયલ-પેલેસ્ટાઈન યુદ્ધમાં રસ લઈ રહ્યું છે. ઈઝરાયલી સેનાએ સોમવારે ઈરાન પર આરોપ લગાવ્યો હતો કે તેણે લેબનોન-ઈઝરાયલ સરહદ પર હિઝબુલ્લાહ દ્વારા હુમલાનો આદેશ આપ્યો હતો. આઈડીએફના મુખ્ય સૈન્ય પ્રવક્તા રીઅર એડમિરલ ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે ઈરાનના નિર્દેશન હેઠળ અને તેમના સમર્થનથી હિઝબુલ્લાએ દક્ષિણ (ગાઝા)માં અમારા યુદ્ધમાંથી ધ્યાન હટાવવા માટે ગોળીબાર કર્યા. જો કે ઈરાન સતત આ વાતને નકારી રહ્યું છે, પરંતુ તેના હાથીના દાંત બતાવાના અલગ અને ખાવાના અલગ જેવું છે. પેલેસ્ટાઈનને ઈરાનનું સમર્થન હોવાના ઘણા પુરાવા છે. તે યુદ્ધમાં આગમાં બળતણ ઉમેરી રહ્યો છે. ત્યારે જર્મનીએ ઈરાનને સીધે સીધું જ સંભળાવી દીધું કે જો ઇરાન આ યુદ્ધમાં વચ્ચે પડ્યું તે તેના પરિણામ ભોગવવા માટે તૈયાર રહે.

હાલમાં ચાલી રહેલા ઇઝરાયલ અને હમાસના યુદ્ધમાં ઘણા મુસ્લિમ દેશો હમાસને ટેકો આપી રહ્યા છે. અને હમાસને ઇઝરાયલ દ્વારા બંધ કરવામાં આવેલી સુવિધાઓ આપવા માટે ધમકાવી રહ્યા છે. ત્યારે જર્મની એ ઈરાનને આડે હાથે લેતા ઇરાને પોતે કંઇ ના બોલ્યું હોવાનું કહેવા લાગ્યું હતું.

ઈરાનના વિદેશ પ્રધાન હોસૈન અમીરાબ્દોલ્લાહિયાને શનિવારે ઈઝરાયલને ચેતવણી આપતા કહ્યું હતું કે જો ગાઝા પર હુમલો રોકવામાં નહીં આવે તો નેતન્યાહુના દેશને બરબાદ કરી નાખશે. તેમજ સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખમેનીએ મંગળવારે ટેલિવિઝન સંબોધનમાં આ હત્યાકાંડની પ્રશંસા કરતા કહ્યું હતું કે અમે ઝિઓનિસ્ટ શાસન (ઇઝરાયલ) પર હુમલાની યોજના ઘડનારાઓના હાથને ચુંબન કરીએ છીએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button