રાજકોટઃ ભારત આજે અહીં ઇંગ્લૅન્ડ સામેની ત્રીજી ટી-20માં બૅટિંગનો ટૉપ-ઑર્ડર ફ્લૉપ જવાને કારણે છેવટે 26 રનથી હારી ગયું હતું. હાર્દિક (40 રન, 35 બૉલ, બે સિક્સર, એક ફોર) તથા અક્ષર (16 બૉલમાં 15 રન)ની જોડીની લડત છતાં ભારત 20 ઓવરમાં નવ વિકેટે 146 રન બનાવી શકતા પરાજિત થયું હતું. ફાસ્ટ બોલર જૅમી ઑવર્ટને ત્રણ તેમ જ બીજા બે ફાસ્ટ બોલર આર્ચર અને બ્રાયડન કાર્સે બે-બે વિકેટ લીધી હતી.બીજી મેચનો હીરો તિલક વર્મા માત્ર 18 રન બનાવી શક્યો હતો.એ પહેલાં, ઇંગ્લૅન્ડે ત્રીજી ટી-20માં બૅટિંગ મળ્યા પછી 20 ઓવરમાં નવ વિકેટે 171 રન બનાવ્યા હતા.
ભારતીય સ્પિનર વરુણ ચક્રવર્તી (4-0-24-5) ફરી એક વાર સિરીઝમાં છવાઈ ગયો છે. આ વખતે વરુણે પાંચ વિકેટનો તરખાટ મચાવ્યો છે. ટી-20 ઇન્ટરનૅશનલમાં બીજી વાર તેણે પાંચ વિકેટની સિદ્ધિ મેળવી છે. હાર્દિક પંડ્યાએ બે વિકેટ તેમ જ બિશ્નોઈ તથા અક્ષરે એક-એક વિકેટ લીધી હતી.ઇંગ્લૅન્ડના 171 રનમાં બેન ડકેટ (51 રન, 28 બૉલ, બે સિક્સર, સાત ફોર)નો સ્કોર સૌથી વધુ હતો.ભારત સિરીઝમાં 2-1થી આગળ છે.હવે આ સિરીઝમાં બે ટી-20 મૅચ બાકી છે.
Also read: રાજકોટમાં ઇંગ્લૅન્ડ સામે વરુણનો વટ, પાંચ વિકેટ લીધી
ચોથી મૅચ શુક્રવારે પુણેમાં (સાંજે 7.00 વાગ્યાથી) અને પાંચમી મૅચ રવિવારે વાનખેડેમાં (સાંજે 7.00 વાગ્યાથી) રમાશે.