નેશનલ

રાહુલ ગાંધીએ કેજરીવાલને લીધા આડેહાથ; “નરેન્દ્ર મોદીથી ધ્રુજી ઉઠે છે કેજરીવાલ:’ AAPનો વળતો પ્રહાર

નવી દિલ્હી: હાલ દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપનો માહોલ પોષ મહિનાની ઠંડીની જેમ જામ્યો છે. ત્યારે લોકસભાની ચૂંટણીમાં હમ સાથ સાથ હૈની વાતો કરનાર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ હવે જાણે યુદ્ધ મેદાનમાં હોઇ તેમ એકબીજા પર આક્ષેપ કરી રહ્યા છે. હવે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે કેજરીવાલ દારૂ કૌભાંડ પાછળના મુખ્ય સૂત્રધાર છે અને તેઓ ‘શીશમહલ’માં રહે છે. હવે અરવિંદ કેજરીવાલે આનો વળતો પ્રહાર કર્યો છે.

બેઈમાન હોય તે પોતાને પ્રમાણપત્ર આપેરાહુલ ગાંધીના આક્ષેપો બાદ હવે અરવિંદ કેજરીવાલે આનો વળતો પ્રહાર કર્યો છે. કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પોસ્ટમાં કહ્યું, “લોકો પૂછી રહ્યા છે કે રાહુલ ગાંધી “રાજમહેલ” પર કેમ ચૂપ છે? આજે રાહુલે દિલ્હીમાં ભાજપના લોકોના આખા ભાષણનું પુનરાવર્તન કર્યું. જનતાને જણાવો કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શું સમજૂતી થઈ છે?” રાહુલ ગાંધીએ તેમના ભાષણમાં AAPના રાષ્ટ્રીય સંયોજક પર નિશાન સાધ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે તેઓ પોતાના વિશે કહી રહ્યા છે કે હું પ્રામાણિક છું. તેઓ તેની જાતને પ્રમાણપત્ર આપી રહ્યા છો. તેમણે કહ્યું હતું કે જે બેમાન હોય છે તે જ પોતાને પ્રમાણપત્ર આપે છે.

Also read:રાહુલ ગાંધી મહારાષ્ટ્રના પરભણીમાં હિંસામાં માર્યા ગયેલા પીડિતોના પરિવારને મળ્યા…

દેશ જાણે છે કે કોણ કાયર છે

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘બીજી પાર્ટીના લોકો મોદીથી ડરતા હોય કે નથી ડરતા એ મને ખબર નથી પણ અરવિંદ કેજરીવાલ જરૂર ધ્રુજી ઉઠે છે.” જેના પ્રત્યુતરમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે “મોદીજી તો દારૂ નીતિ કૌભાંડ જેવા ખોટા કેસ બનાવીને પણ જેલમાં નાખી દે છે પરંતુ તમે અને તમારો પરિવાર નેશનલ હેરાલ્ડ જેવા કેસમાં પણ હજી સુધી કેમ સુરક્ષિત છે? રોબર્ટ વાડ્રાને કેમ ભાજપની કલીનચિટ મળી ગઈ? ડર અને બહાદુરી પર તો તમે ભાષણ ન આપો તે જ સારું છે. દેશ જાણે છે કે કોણ કાયર છે અને કોણ બહાદુર.”

પટપડગંજમાં જાહેર સભામાં સાધ્યું નિશાનઅત્રે ઉલ્લેખનીય છે કે લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ મંગળવારે દિલ્હીના પટપડગંજમાં એક જાહેર સભામાં AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું હતું. ગઈ ચૂંટણીમાં પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા દિલ્હીની પટપડગંજ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. પરંતુ આ વખતે પાર્ટીએ તેમને પટપડગંજ બેઠકને બદલે જંગપુરાથી ટિકિટ આપી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button