ધોળકામાં બંધ દુકાનમાંથી જપ્ત કર્યું 500 કિલો ડ્રગ્સનું રો-મટીરિયલ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા થોડા વર્ષોમાં ડ્રગ્સની તસ્કરી વધી છે, રાજ્યના મોટા શહેરોમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાતો રહે છે, જો કે હવે તો ગ્રામીણ વિસ્તારોમાંથી પણ ડ્રગ્સ ઝડપાઈ રહ્યો છે. અમદાવાદના ધોળકામાંથી ડ્રગ્સનું ગોડાઉન પકડાયું હતું. ગુજરાત એટીએસએ ગોડાઉનમાંથી લગભગ 50 કરોડનું ડ્રગ્સ પકડી પાડ્યું હતું.
ડ્રગ્સ બનાવવાનું અંદાજે 500 કિલો રો મટેરિયલ
મળતી માહિતી મુજબ ગુજરાત એટીએસની ટીમે ધોળકાના પુલેન ચોકડી વિસ્તારમાંથી લગભગ 50 કરોડનું ડ્રગ્સ પકડી પાડ્યું છે. ધોળકાના પુલેન સર્કલ વિસ્તારમાં આવેલા દેવમ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ગોડાઉન નંબર 54માંથી આશરે 50 કરોડની માતબર રકમનું ડ્રગ્સ ગુજરાત એટીએસએ ઝડપી પાડ્યું હતું. ડ્રગ્સ બનાવવાનું અંદાજે 500 કિલો રો મટેરિયલ હોવાનું અનુમાન છે. ગુજરાત એટીએસની ટીમે ડ્રગ્સનું ગોડાઉન ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Also read: નવી મુંબઈમાં 2024માં ડ્રગ્સ સંબંધી 654 ગુના નોંધાયા: 33.27 કરોડનો ડ્રગ્સ જપ્ત
ધોળકામાં આખી રાત તપાસ
ગુજરાત એટીએસએ આખી રાત ધોળકામાં તપાસ હાથ ધરી હતી અને રો મટેરીયલના અલગ અલગ સેમ્પલો પણ લેવામાં આવ્યા હતા. આસપાસના દુકાનદારો અનુસાર છેલ્લા ત્રણ ચાર મહિનાથી આ ગોડાઉન બંધ હાલતમાં હતું અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા મોટી સંખ્યામાં ડ્રગ્સનું રો મટેરીયલ ઝડપાયું હતું.