સ્પોર્ટસ

રાજકોટમાં ઇંગ્લૅન્ડ સામે વરુણનો વટ, પાંચ વિકેટ લીધી

બ્રિટિશ ટીમે એક તબક્કે 44 રનમાં સાત વિકેટ ગુમાવી, 127 રનમાં સાત અને પછી છેલ્લે નવ વિકેટે 171 રન

રાજકોટઃ ભારત સામે ઇંગ્લૅન્ડે આજે ત્રીજી ટી-20માં બૅટિંગ મળ્યા પછી 20 વિકેટે નવ વિકેટે 179 રન બનાવ્યા હતા. ભારતીય સ્પિનર વરુણ ચક્રવર્તી (4-0-24-5) ફરી એક વાર સિરીઝમાં છવાઈ ગયો છે. આ વખતે તેણે પાંચ વિકેટનો તરખાટ મચાવ્યો છે. ટી-20 ઇન્ટરનૅશનલમાં બીજી વાર તેણે પાંચ વિકેટની સિદ્ધિ મેળવી છે. ઇંગ્લૅન્ડના 171 રનમાં બેન ડકેટ (51 રન, 28 બૉલ, બે સિક્સર, સાત ફોર)નો સ્કોર સૌથી વધુ હતો. લિઆમ લિવિંગસ્ટન (43 રન, 24 બૉલ, પાંચ સિક્સર, એક ફોર)એ પણ ભારતીય બોલર્સનો હિંમતથી સામનો કર્યો હતો. જોકે ટીમના આ બન્ને ટૉપ-સ્કોરરને ગુજરાતી સ્ટાર બોલરે પૅવિલિયન ભેગા કર્યા હતા. ડકેટને અક્ષય પટેલે અને લિવિંગસ્ટનને હાર્દિક પંડ્યાએ આઉટ કર્યો હતો.

Also read: IND vs ENG 3rd T20I: શમી અંગે સસ્પેન્સ, ભારતની સંભવિત પ્લેઇંગ-11

જોકે વરુણ સૌથી ઘાતક બન્યો હતો. તેણે કૅપ્ટન જૉસ બટલર (24 રન), વિકેટકીપર જૅમી સ્મિથ (છ રન), જૅમી ઓવર્ટન (0), બ્રાયડન કાર્સ (3) અને જોફ્રા આર્ચર (0)ની વિકેટ લીધી હતી. એક તબક્કે ઇંગ્લૅન્ડનો સ્કોર 83 રનમાં એક વિકેટ હતો, પરંતુ ત્યાર બાદ ટપોટપ વિકેટ પડતી ગઈ હતી. 16મી ઓવરને અંતે 127 રનના કુલ સ્કોર પર આઠમી વિકેટ પડી હતી અને ત્યારે એવું લાગતું હતું કે ઇંગ્લૅન્ડના 150 રન પણ નહીં થાય. જોકે છેલ્લી ચાર ઓવરમાં 44 રન થયા હતા અને ભારતને 171 રનનો પડકારરૂપ સ્કોર મળ્યો હતો. ભારતના સાત બોલર્સમાં વરુણની પાંચ વિકેટ ઉપરાંત હાર્દિક પંડ્યાએ બે વિકેટ તેમ જ રવિ બિશ્નોઈ અને અક્ષર પટેલે એક-એક વિકેટ લીધી હતી. રવિ બિશ્નોઈ (4-0-46-1) સૌથી ખર્ચાળ સાબિત થયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button