સ્પેશિયલ ફિચર્સ

આ ગામમાં નથી પડતો ક્યારેય વરસાદ, કારણ જાણીને તમે પણ ચોંકી ઉઠશો…

ભારતના સૌથી મોટા જિલ્લો કે જેને એક સમયે રાજ્યનો દરજ્જો પ્રાપ્ત હતો એવા કચ્છ વિશે જાણ્યા બાદ ગઈકાલે આપણે વાત કરી ભારતના એક એવા રાજ્યની કે જે અંગ્રેજોની ગુલામીથી મુક્ત રહ્યું હતું એની તો આજે હવે શું છે નવું, એવો સવાલ થયો ને? આજે અમે તમને એક એવા ગામની મુલાકાતે લઈ જવાના છીએ કે જ્યાં એક ટીપું પણ વરસાદ નથી પડતો. આઈ નો આઈ નો હવે તમને એ જાણવાની તાલાવેલી થઈ હશે કે આખરે એવી તે કોઈ જગ્યા છે ભાઈસાબ, જ્યાં વરસાદ પડતો જ નથી. ચાલો વધારે સસ્પેન્સ ક્રિયેટ કર્યા વિના તમને જણાવીએ આ જગ્યા વિશે.

સૌથી પહેલાં તો તમને જણાવી દેવાનું કે આ ગામડું ભારતમાં નહીં પણ યમનમાં આવેલું છે. યમનની રાજધાની સનાના પશ્ચિમમાં મનાખાહ ડિરેક્ટોરેટના હરાજ ક્ષેત્રમાં આવેલું અલ-હુતૈગ નામનું ગામ છે. આ ગામ સમુદ્રથી 3,200 મીટરની ઊંચાઈએ આવેલું છે. અહીંનું વાતાવરણ ખૂબ જ અલગ હોય છે. વાત કરીએ અહીંના વાતાવરણની તો મૂળ તો આ ખૂબ જ ગરમ વિસ્તાર છે, પરંતુ શિયાળાની ઋતુમાં અહીં સવારે કડકડતી ઠંડી પડે છે. આ પરિસ્થિતિનો અંદાજ તો એ પરથી આવે છે કે જ્યાં આ ગામમાં સવારે ગરમ કપડાં પહેર્યા વગર કોઈ વ્યક્તિ ઘરની બહાર નીકળી શકતી નથી. પણ જેવું ધીરે ધીરે સૂરજ માથે ચઢે ત્યારે ઠંડી એકદમથી ગાયબ થઈ જાય છે અને એવું લાગવા લાગે છે કે જાણે ઉનાળો ચાલી રહ્યો છે.

યમનનું અલ-હુતૈબ ગામ દૂર દૂર સુધી પ્રખ્યાત છે અને અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા રહે છે. ટેકરીની ટોચ પર આવેલા ગામના ઘરો ખૂબ જ સુંદર છે અને અહીં યમની કોમના લોકો રહે છે. હવે તમને થશે કે ભાઈ જો ગામમાં ઠંડી પડે છે, ગરમી પડે છે તો વરસાદ કેમ નથી પડતો?

Also read:ભારતનું એ ગામ જ્યાંના લોકોથી ગર્ભવતી થવા વિદેશથી આવે છે મહિલાઓ…

ચાલો તમારા આ સવાલનો જવાબ પણ આપી જ દઈએ-
વાત જાણે એમ છે કે આ ગામ હંમેશા વાદળાઓની ઉપર રહે છે. આ ગામમાં ઊભા રહીને તમે વાદળાઓને નીચે જોઈ શકો છો. આ નજારો જોઈને પહેલી નજરે તો એવું જ લાગે કે તમે સ્વર્ગમાં આવી ગયા છો, પરંતુ આ સુંદરતાને કારણે જ આ ગામમાં ક્યારેય વરસાદ પડતો નથી. આ ગામની નીચે વાદળાઓ બને છે અને ત્યાર બાદ જ વરસાદ પડે છે. બસ આ જ કારણ છે આ ગામમાં અત્યાર સુધીમાં એક ટીપું પણ પણ વરસાદ નથી પડતો. આવી જ વધુ રસપ્રદ માહિતી વાંચવા અને જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે પણ આ માહિતી ચોક્કસથી શેર કરજો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button