અટલ સેતુ પર ટોલની વસૂલાત વધુ એક વર્ષ માટે વર્તમાન ડિસ્કાઉન્ટેડ દરે

મુંબઈ: મહારાષ્ટ્ર કેબિનેટની મંગળવારે આયોજિત કેબિનેટની બેઠકમાં અટલ બિહારી વાજપેયી શિવરી-ન્હાવા શેવા અટલ સેતુ પર વર્તમાન રાહત દરે ટોલ વસૂલાતને વધુ એક વર્ષ માટે ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠક મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.
આ અગાઉ ચોથી જાન્યુઆરી, 2024ના રોજ મળેલી કેબિનેટની બેઠકમાં અટલ બિહારી વાજપેયી શિવરી-ન્હવા શેવા અટલ સેતુના ઉપયોગ માટે એમએમઆરપડીએ દ્વારા પ્રસ્તાવિત ટોલ ટેક્સના દરમાં પચાસ ટકા રાહતના દરે ટોલ (ઓછામાં ઓછા રૂ. 250) વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એક વર્ષ પછી આ દરની સમીક્ષા કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. તદ્નુસાર, મંગળવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં વધુ એક વર્ષ માટે, એટલે કે 31 ડિસેમ્બર, 2025 સુધી વર્તમાન રાહત દરે ટોલ વસૂલવાને મંજૂરી આપવામાં આવી છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ માટે ઝીરો ટોલરન્સ: રાજ્યના પ્રધાન
મુંબઈ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા બનાવવામાં આવેલા આશરે 22 કિ.મી. લાંબા અટલ બિહારી વાજપેયી શિવરી-ન્હાવા શેવા અટલ સેતુ (સી-લિંક)ને 13 જાન્યુઆરી, 2024થી જાહેર પરિવહન માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.