મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ માટે ઝીરો ટોલરન્સ: રાજ્યના પ્રધાન

નાશિક: મહારાષ્ટ્રના ગૃહ રાજ્યમંત્રી યોગેશ કદમે મંગળવારે કહ્યું કે રાજ્ય સરકાર દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ માટે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ ધરાવે છે.

નાસિક જિલ્લાના માલેગાંવ તાલુકામાં જન્મ પ્રમાણપત્ર જારી કરવામાં કથિત અનિયમિતતા બદલ ગયા અઠવાડિયે બે મહેસૂલ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા બાદ તેમની ટિપ્પણી આવી છે.

જ્યારે આદેશમાં સસ્પેન્ડ કરવાના કારણોની વિગતવાર માહિતી આપવામાં આવી ન હતી, ત્યારે ભાજપના નેતા કીરીટ સોમૈયાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે, ‘અધિકારીઓએ 3,977 બાંગ્લાદેશી રોહિંગ્યાઓને જન્મ પ્રમાણપત્ર જારી કર્યા હતા જેમણે બનાવટી દસ્તાવેજો રજૂ કર્યા હતા. હું મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નિર્ણયનું સ્વાગત કરું છું.’

સોમૈયાએ વારંવાર એવો દાવો કર્યો છે કે બાંગ્લાદેશી નાગરિકો ભારતીય નાગરિકતા મેળવવા માટે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરી રહ્યા છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પ્રથમ મોબાઇલ ફોરેન્સિક વૅન લોન્ચ કરી

યોગેશ કદમે મંગળવારે કહ્યું હતું કે, ‘અમારી સરકાર બાંગ્લાદેશીઓ (દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા) સામે ઝીરો ટોલરન્સની નીતિ ધરાવીએ છીએ. જ્યારે અમે તેમને જન્મ પ્રમાણપત્ર આપીએ છીએ, ત્યારે અમે નાગરિકતાનો સત્તાવાર પુરાવો આપીએ છીએ.’

તેઓ નાયબ તહસીલદાર સંદીપ ધારણકર અને નીતિનકુમાર દેવરેના સસ્પેન્શનને રદ કરવાની માગણી કરતા મહેસૂલ અધિકારીઓના પ્રશ્ર્નનો જવાબ આપી રહ્યા હતા.

‘આ એક ખૂબ જ ગંભીર મુદ્દો છે જેના કારણે સસ્પેન્શનનો આદેશ આપવામાં આવ્યો હતો. મને કોઈ મેમોરેન્ડમ મળ્યું નથી. પરંતુ હું તેમની માગણીઓ શું છે તેની ચર્ચા કરીશ અને પછી તેનો ઉકેલ શોધીશ,’ એમ કદમે કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button