મુંબઈના આ જાણીતા મંદિર પ્રશાસન દ્વારા લેવાયો મહત્ત્વનો નિર્ણય, જતાં પહેલાં ચોક્કસ વાંચી લેજો નહીંતર…

મુંબઈઃ મુંબઈ અને મુંબઈગરાનું આસ્થાસ્થાન અટલે મુંબઈનું જાણીતું સિદ્ધિવિનાયક મંદિર. સિદ્ધિવિનાયક મંદિરમાં દરરોજ હજારોની સંખ્યામાં આવીને બાપ્પાના દર્શન કરીને લાભાન્વિત થાય છે, પરંતુ હવે અહીં જનારા ભક્તો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. જો તમે પણ આ મંદિરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા હોવ તો તમારે પહેલાં આ મહત્ત્વના સમાચાર જાણી લેવા જોઈએ, નહીં તો પાઠળથી પસ્તાવવાનો વારો આવી શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મંગળવારે સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર મેનેજમેન્ટ કમિટી દ્વારા દર્શને આવતા ભક્તો માટે ડ્રેસકોડ લાગુ કરવાનો નિર્ણય લીધો છે.
આ વાતની માહિતી આપતું એક નિવેદનપત્ર પણ બહાર પાડવામાં આવ્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે હવેથી મંદિરમાં એવા જ ભક્તોને પ્રવેશ આપવામાં આવશે કે જેનાથી મંદિરની પવિત્રતા અને શાલીનતા જળવાઈ રહે. ફાટેલું જિન્સ, ઓવરસાઈઝ્ડ કપડાં, શોર્ટ ડ્રેસ કે અંગ પ્રદર્શન કરતાં તેમ જ મંદિરની ગરિમાની ઠેસ પહોંચાડતા કપડાં પહેરીને આવનારા ભક્તોને હવે મંદિરમાં પ્રવેશ આપવામાં નહીં આવે. કમિટી દ્વારા પવિત્ર સ્થળની પવિત્રતા અને ગરિમા જળવાઈ રહે એ માટે ગાઈડલાઈન બહાર પાડવામાં આવે છે. ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં આગળ એવું પણ જણાવવામાં આવ્યું છે કે મંદિરમાં ટ્રેડિશનલ આઉટફિટ પહેરીને આવનારા ભક્તોને જ પ્રદક્શન આપવામાં આવશે. નવી પોલિસીમાં ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક મૂલ્યો અનુસાર સાદગીભર્યા કપડાં પહેરવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ ડ્રેસ કોડ મહિલા અને પુરુષો બંનેને લાગુ કરવામાં આવ્યો છે.
Also read: રામમંદિર નિર્માણને દેશની આઝાદી સાથે શું લેવાદેવા?
જોકે આ પહેલી વખત નથી કે આ રીતે મંદિરમાં ભક્તોને પ્રવેશ આપવા માટે ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો હોય. આ પહેલાં ગુજરાત અને દેશભરના વિવિધ મંદિરોમાં આ પ્રકારના ડ્રેસકોડ લાગુ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના આ જાણીતા મંદિરે પણ લીધો મહત્ત્વનો નિર્ણય આ ઉપરાંત મહારાષ્ટ્રના બીજા એક મંદિર દ્વારા પણ એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના પંઢરપુરમાં આવેલા શ્રી વિઠ્ઠલ રૂક્મિણી ભગવાનના મંદિરમાં ન્યુલી મેરિડ કપલને સીધો પ્રવેશ આપવામાં આવશે. મંદિર પ્રશાસન દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને કારણે કપલ સીધા વિઠુ-માઉલીના દર્શન કરી શકશે