નેશનલ

સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી ફરી મુલતવી, સુપ્રીમ કોર્ટે ફરી મુદત પાડી

નવી દિલ્હી: ઓબીસી અનામતના મુદ્દાને કારણે છેલ્લાં કેટલાક વર્ષોથી રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ યોજાઈ નથી. ઓબીસી અનામતના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં મંગળવારે અંતિમ સુનાવણી થવાની અપેક્ષા હતી, પરંતુ હવે સુપ્રીમ કોર્ટે ફરી એકવાર મુદત પાડી હોવાથી રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વધુ વિલંબ થવાના એંધાણ જણાઈ રહ્યા છે. સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ અને ઓબીસી અનામત અંગે આગામી સુનાવણી હવે 25 ફેબ્રુઆરીએ થશે. આ કારણે, ચૂંટણીઓ હવે વધુ એક મહિના માટે મુલતવી થઈ જશે. રાજ્ય સરકાર વતી તુષાર મહેતા સુપ્રીમ કોર્ટમાં હાજર રહ્યા હતા.
રાજ્ય વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાઈ હતી. આ ચૂંટણીઓ પછી રાજકીય પક્ષોએ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઠાકરે જૂથે સંકેત આપ્યો છે કે તેઓ મુંબઈ મહાનગરપાલિકામાં એકલા હાથે લડશે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના પદાધિકારીઓ સાથે બેઠકો શરૂ કરી દીધી છે. બીજી તરફ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ હવે વધુ લાંબી જઈ રહી છે.

અહીં ઉલ્લેખનીય છે કે, કોર્ટે ક્યાંય પણ ચૂંટણી કરવા પર રોક લગાવી નથી. જોકે, ઓબીસીની અનામતનો મુદ્દો અટકી ગયો હોવાથી, રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટને વહેલી તકે નિર્ણય લેવા વિનંતી કરી હતી. બીજી તરફ કેટલાક લોકોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વહેલી કરાવવા માટે કોર્ટમાં દોડી ગયા છે.

Also read: સુપ્રીમ કોર્ટે ગેમિંગ કંપનીઓની જીએસટી નોટિસ પર પ્રતિબંધ મૂક્યો

થોડા દિવસો પહેલા નાગપુરમાં ભાજપની એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, આગામી ત્રણ મહિનામાં ચૂંટણી યોજાશે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ છેલ્લા બેથી ચાર વર્ષથી વહીવટકર્તાઓના હાથમાં છે. 29 મ્યુનિસિપલ કોર્પોરેશનો, 257 નગરપાલિકાઓ, 26 જિલ્લા પરિષદો અને 289 પંચાયત સમિતિઓનો વહીવટ વહીવટકર્તાઓના હાથમાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button