ગાંધીનગર

ગાંધીનગરની ત્રણ હોટેલને એફડીએએ ફટકાર્યો 2.60 લાખ રુપિયાનો દંડ, જાણો કેમ?

અમદાવાદ: બિનઆરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રી વેચતી હોટલોની વિરુદ્ધ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ગાંધીનગર મહાનગરપાલિકા અને ફુડ સેફ્ટી વિભાગ દ્વારા ત્રણ પેઢી વિરુદ્ધ કાર્યવાહી કરીને ૨,૬૦,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

૨,૬૦,૦૦૦નો દંડ કરવાનો હુકમ
ગાંધીનગર મહાનગરપાલિકાની પ્રજાને ગુણવત્તાયુક્ત આહાર મળી રહે તે હેતુથી ફુડ સેફ્ટી વિભાગ, ગાંધીનગર મહાનગરપાલિકા તેમજ ગાંધીનગર જિલ્લાની ફુડ ટીમ દ્વારા સમયાંતરે વિવિધ ખાદ્યચીજોના નમુના લેવામાં આવ્યા હતા. તે નમૂના નાપાસ થયેલી પેઢીના વિરુધ્ધમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જે અન્વયે ત્રણ પેઢીઓને એજ્યુડર્ડીકેટીંગ ઓફિસર અને અધિક જિલ્લા કલેકટર સમક્ષ દાખલ કરેલ જે બાબતે નામ.કોર્ટ દ્વારા પેઢીનાં જવાબદારોને દોષિત ઠેરવીને ૨,૬૦,૦૦૦નો દંડ કરવાનો હુકમ કર્યો હતો.

Three hotels in Gandhinagar fined Rs 2,60,000

આ પણ વાંચો : ચલો કુંભ ચલે… યાત્રાનો ગાંધીનગરથી કરાયો શુભારંભઃ જનતાનો અભૂતપૂર્વ પ્રતિસાદ

ત્રણ પેઢીને દંડ
આ ત્રણ પેઢીમાં ગાંધીનગરના કુડાસણની ગ્રીનલેન્ડ રેસ્ટોરેન્ટ એન્ડ કેફેને ૧,૦૦,૦૦૦ લાખ, સોરઠ કાઠીયાવાડી ઝાયકોને ८०,००० તેમજ ઉમિયા સ્વીટ્સને ८०,०००નો દંડ ફટકાર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button