2024ની લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ-કોંગ્રેસ પર થઇ ધનવર્ષા, જાણો કેટલા રુપિયા મળ્યા?
નવી દિલ્હીઃ ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે ચૂંટણીના બોન્ડ્સ રદ કર્યા બાદ રાજકીય પક્ષો ટ્રસ્ટ મારફત ભંડોળ મેળવી રહ્યા છે. એવામાં હવે ચૂંટણી પંચે તેનો વાર્ષિક અહેવાલ જાહેર કર્યો છે જે મુજબ હિન્દુત્વ પાર્ટી ભાજપને 2022-2023માં રૂ.. 2,120.06 કરોડનું સ્વૈચ્છિક ડોનેશન મળ્યું હતું જે 2023-2024માં વધીને રૂ. 3,967.14 કરોડ થઇ ગયું છે. જે લગભગ 87 ટકાનો વધારો દર્શાવે છે. જોકે, પાર્ટીના કુલ ડોનેશન્સમાં ચૂંટણી બોન્ડનો હિસ્સો અડધાથી પણ વધુ ઘટી ગયો છે. અહેવાલ મુજબ ભાજપને ઇલેક્ટોરલ બોન્ડના રૂપમાં 1,685-62 કરોડ રૂપિયા મળ્યા હતા, જે તેમને મળેલા કુલ ડોનેશનના 43 ટકા જેટલી રકમ છે. સાલ 2022-2023માં ભાજપને ઇલેક્ટોરલ બોન્ડના રૂપમાં 1,294.14 કરોડ રૂપિયા મળ્યા હતા જે કુલ ડોનેશનના લગભગ 61 ટકા હતા. જોકે, સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે ઇલેક્ટોરલ બોન્ડ્સ રદ કરી દીધા છે.
Also read: કાશ્મીરમાં ચૂંટણીને પગલે રાજકીય પક્ષો સાબદા! ભાજપ-કોંગ્રેસ-પીડીપીએ જાહેર કર્યા સ્ટાર પ્રચારકો
ડોનેશન મેળવવાના મામલે બીજા નંબર પર કૉંગ્રેસ રહી , પણ ડોનેશન મેળવવાના મામલે સૌથી લક્કી પણ કૉંગ્રેસ જ રહી છે. તેમને મળેલા ડોનેશનમાં 320 ટકાનો વધારો જોવા મળ્યો હતો. કૉંગ્રેસના વાર્ષિક અહેવાલ મુજબ પક્ષને 2022-2023માં 268.62 કરોડ રૂપિયાનું ડોનેશન મળ્યું હતું. 2023-2024માં કૉંગ્રેસને મળેલા ડોનેશનમાં 420 ટકાનો તોતિંગ વધારો જોવા મળ્યો હતો. તેમને કુલ 1,129.66 રૂપિયાનું ડોનેશન મળ્યું હતું.
હવે આપણે તૃણમૂલ કૉંગ્રેસની વાત કરીએ તો તેમના 2023-2024ના વાર્ષિક અહેવાલ અનુસાર તેમના પક્ષને 646.39 કરોડ રૂપિયાનું ડોનેશન મળ્યું હતું. 2022-2023માં તેમને 333.46 કરોડ રૂપિયાનું ડોનેશન મળ્યું હતું. જોકે, તેમને લગભગ 95 ટકા ડોનેશન ચૂંટણી બોન્ડ મારફતે મળ્યું હતું.