આવા ફેન ક્યાં મળે…આ કારણે મેજિસ્ટ્રેટે શ્રીદેવીને કોર્ટમાં બોલાવી હતી
બોલીવૂડની લેડી સુપરસ્ટાર શ્રીદેવીના ફેન્સના ઘણા કિસ્સા બહાર આવ્યા છે. અચાનક દુનિયાને છોડી ચાલી ગયેલી શ્રીદેવીને આજે પણ તેનાં ફેન્સ એટલા જ યાદ કરે છે. શ્રીદેવીના નામે તેના એક ચાહકે ફાઈવસ્ટાર હોટેલ બનાવવાની વાત સૌ કોઈને ખબર છે ત્યારે એક મેજિસ્ટ્રેટે તો તેને કોર્ટમાં બોલાવી હતી કારણ કે તેમને શ્રીદેવીને જોવાની ઈચ્છા હતી, તેવી વાત બહાર આવી છે.
સેલિબ્રેટીના લીગલ એડવાઈઝર તરીકે જાણીતા માજિદ મેમણે તેમના એક ઈન્ટરવ્યુમાં આ કિસ્સો શેર કર્યો હતો. માજિદ મેમને એક બુક પણ લખી હતી જેમાં બોલીવૂડ અને અન્ડરવર્લ્ડની પણ વાત છે, પરંતુ આ કિસ્સો તેમાં નથી.
મેમણે કહ્યું હતું કે એકવાર તેઓ શ્રીદેવીનો કોઈ કેસ લડતા હતા.
આ પણ વાંચો…Happy Birthday: સુપરસ્ટાર મમ્મી-પપ્પાની આ દીકરીએ સ્કૂલમાં પોતાનું નામ બદલી નાખ્યું હતું…
તેમણે આ કેસમાં ક્યાલન્ટના અપિરિયન્સની જરૂર નથી એટલે કે કોર્ટમાં તેની હાજરીની જરૂર નથી, તેમ મેજિસ્ટ્રેટને જણાવ્યું હતું, પરંતુ મેજિસ્ટ્રેટ માન્યા ન હતા અને તેમણે શ્રીદેવીને હાજર થવાનું ફરમાન આપ્યું હતું. શ્રીદેવી જે દિવસે કોર્ટમાં હાજર રહી તે દિવસે કોર્ટની બહાર ભીડ બેકાબૂ થઈ હતી અને પોલીસ માટે વ્યવસ્થા જાળવવાનું અઘરું થઈ પડ્યું હતું. પછીથી જાણવા મળ્યું હતું કે આ કેસમાં શ્રીદેવીને ન બોલાવી હોત તો પણ ચાલે તેમ હતું, પરંતુ મેજિસ્ટ્રેટ અભિનેત્રીના જબરા ફેન હતા અને તેઓ તેને જોવા માગતા હતા. જોકે આ બાબત ક્યાંય લખાઈ ન નથી, આથી મુંબઈ સમાચાર આની પુષ્ટી કરતી નથી.