સ્પેશિયલ ફિચર્સ

Whatsapp લાવ્યું ધાંસુ ફિચર, જાણી લો તો ફાયદામાં રહેશો…

whatsapp એ પોતાના યુઝર્સની સુવિધા માટે એક નવું ફિચર રજૂ કર્યું છે, જે ઘણું ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે. હવે તમે કોઈપણ નંબર સેવ કર્યા વગર સીધા જ એ નંબર પર whatsapp થી કોલ કરી શકશો. અગાઉ whatsapp કોલ કરવા માટે નંબર સેવ કરવો ફરજિયાત હતો, પરંતુ whatsappના નવા ફોન ડાયલર ફીચરથી હવે આ સમસ્યા હલ થઈ ગઈ છે. આ ફીચરનો ઉપયોગ કેવી રીતે થાય છે તે જાણીએ

Also read : Whatsapp માં આવી રહ્યું છે શાનદાર ફિચર, જાણી લો એના વિશે…

whatsappએ હાલમાં જ તેની એપમાં ફોન ડાયલર ફિચર ઉમેરવાની જાહેરાત કરી છે. જો તમે પણ આ ફિચરનો લાભ લેવા માંગતા હો તો તમારે whatsappના લેટેસ્ટ વર્ઝનને અપડેટ કરવું પડશે. આ ફિચરની મદદથી તમે નંબર સેવ કર્યા વિના પણ whatsapp કોલ કરી શકશો.

આ ફિચર કેવી રીતે વાપરશો?:-

સૌથી પહેલા તમારે whatsapp ઓપન કરવું પડશે અને તેના કોલ ટેબ પર જવું પડશે
કોલ ટેબ ઉપર તમને ક્રિએટ કોલ અથવા પ્લસ આઇકન જોવા મળશે, જેના પર ટેપ કરો.
હવે કોલ નંબર વિકલ્પ પર ટેપ કરો જે whatsapp ના ફોન ડાયલર ખોલશે
હવે તમે જે વ્યક્તિને કોલ કરવા માંગો છો તેનો નંબર ડાયલ કરો.
whatsapp તપાસ કરશે કે આ નંબર પર અકાઉન્ટ છે કે નહીં.
આ ફીચર તમે પરથી તમે એ જ નંબર પર કોલ કરી શકશો જેનું whatsapp એકાઉન્ટ એક્ટિવ છે.
આ ફિચર રોલ આઉટ થયા બાદ તમારે અજાણ્યા વ્યક્તિને કોલ કરવા માટે નંબર સેવ કરવાની ઝંઝટ નહીં રહે. કોલ કરતા પહેલા whatsapp તે નંબર સાથે સંકળાયેલા એકાઉન્ટની માહિતી પણ બતાવશે. ડાયલ ફિચરને કારણે કોલ કરવાનું ઝડપી અને સરળ બની જશે. whatsappનું નવું કોલિંગ ફીચર તમને ઘણી સરસ સુવિધા આપશે.

Also read : WhatsAppનું આ ફીચર છે ગજબ કામનું, જાણી લેશો તો રહેશો ફાયદામાં…

આ ફિચરમાં છે ફાયદા જ ફાયદાઃ

આ ફિચર આવ્યા બાદ અજાણ્યો નંબર સેવ કરવાની ઝંઝટ જ ખતમ થઇ જશે. આ ઉપરાંત આ ફિચર કૉલ કરતા પહેલા એ નંબર સાથે સંલગ્ન એકાઉન્ટની પૂરી જાણકારી પણ તમને આપશે અને તમને એ નંબર સેવ કરવાનો વિકલ્પ પણ આપશે. તો છે ને આ ફિચરમાં ફાયદા જ ફાયદા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button