વડા પ્રધાન મોદી આજે 38th National Gamesનું ઉદ્ઘાટન કરશે, 10 હજાર ખેલાડીઓ ભાગ લેશે
દેહરાદુન: આજે મંગળવારે દેશની સૌથી મોટી સ્પોર્ટ્સ ઇવેન્ટ નેશનલ ગેમ્સની ઉત્તરાખંડમાં શરૂઆત થવા જઈ રહી છે. આ નેશનલ ગેમ્સની 38મી એડીશન (38th National Games) છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે દેહરાદુનના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે.
આજથી શરુ થનારી ગેમ્સ 14 ફેબ્રુઆરી સુધી ચાલશે, જેમાં 10 હજાર ખેલાડીઓ 32 રમતોમાં ભાગ લેશે. નવી પ્રતિભાઓ નેશનલ ગેમ્સમાં હુનર બતાવવા તૈયાર છે. ઉત્તરાખંડના રાજ્ય પક્ષી મોનલથી પ્રેરિત મોલી આ રમતોનું મોસ્કોટ છે.
ખેલાડીઓની સંખ્યાની દ્રષ્ટિએ નેશનલ ગેમ્સ વિશ્વની સૌથી મોટી સ્પોર્ટ્સ ઇવેન્ટમાની એક છે. આ રમતો ઉત્તરાખંડના દહેરાદૂન, હરિદ્વાર, નૈનિતાલ, હલ્દવાની, રુદ્રપુર, શિવપુરી અને નવી ટિહરીમાં આયોજિત કરવામાં આવશે.
આ ગેમ્સ પર ધ્યાન રહેશે:
એથ્લેટિક્સ ઉપરાંત, સ્વિમિંગ, શૂટિંગ, કુસ્તી, બેડમિન્ટન, હોકી, બોક્સિંગ, વેઇટલિફ્ટિંગ, ફૂટબોલ, ટેનિસ, ટેબલ ટેનિસ, ખો-ખો અને કબડ્ડી આ મુખ્ય રમતો રહેશે. કલારીપયટ્ટુ, યોગાસન, મલ્લખંભ, રાફ્ટિંગ પણ આકર્ષણનું કેન્દ્ર હશે.
ઓલિમ્પિક મેડલ વિજેતા ખેલાડીઓ ભગ લેશે:
આ રમતોમાં ઓલિમ્પિક મેડલ વિજેતા બોક્સર લવલીના, શૂટર્સ સ્વપ્નિલ કુસાલે, સરબજોત સિંહ, વિજય કુમાર જોવા મળશે. રનર જ્યોતિ યારાજી, શૂટર રુદ્રાક્ષ પાટિલ પણ રમતોનો ભાગ બનશે.
આ પણ વાંચો : અમદાવાદમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થઇ શકશે! અમિત શાહે વડનગરથી કરી મોટી જાહેરાત
2023 માં ગોવામાં યોજાયેલી નેશનલ ગેમ્સ 230 મેડલ જીતીને મેડલ ટેલીમાં ટોચ પર રહેનાર મહારાષ્ટ્રએ 600 થી વધુ ખેલાડીઓની સૌથી મોટી ટીમ મોકલી છે.
ખેલાડીઓની સલામતી માટે વ્યવાથ્યા:
ખેલાડીઓની સલામતી સુનિશ્ચિત કરવા અને ઉત્પીડન અટકાવવા માટે, ભારતીય ઓલિમ્પિક સંઘ અને આયોજન સમિતિએ એક ટેલિફોન હેલ્પલાઇન શરૂ કરી છે.
અધ્યક્ષ પીટી ઉષાએ જણાવ્યું હતું કે આ માટે નીતલ નારંગના નેતૃત્વમાં એક સમિતિની પણ રચના કરવામાં આવી છે, જેના દીપા મહેતા તેના સભ્ય હશે.