અમદાવાદ

કોલ્ડપ્લે કોન્સર્ટ કોને કોને ફળ્યો? જાણો રેલવે-ફ્લાઇટ સહિત કોને થઈ ધૂમ કમાણી…

અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (narendra modi stadium) 25 અને 26 જાન્યુઆરીએ યોજાયેલા કોલ્ડપ્લે કોન્સર્ટથી (coldplay concert) માત્ર રેલવે અને ફ્લાઇટને જ ધૂમ કમાણી નહોતી થઈ. પરંતુ આ બે દિવસ દરમિયાન અમદાવાદમાં અનેક લોકોએ તગડી કમાણી કરી હતી.

Also read : Coldplay Concert માં જસપ્રીત બુમરાહની સરપ્રાઈઝ એન્ટ્રી; ક્રિસ માર્ટિને ગીત પણ ગાયું…

મેટ્રોમાં મુસાફરીનો તૂટ્યો રેકોર્ડ

અમદાવાદ મેટ્રોને કોલ્ડપ્લેનું આયોજન ફળ્યું હતું. સામાન્ય દિવસો કરતાં આવકમાં બમણો વધારો થયો હતો. બે દિવસમાં મેટ્રોને 66 લાખથી વધુની આવક થઈ હતી. 25 જાન્યુઆરી, 2025ના રોજ 406 ટ્રીપમાં 2,13,735 મુસાફરો અને 26 જાન્યુઆરી 2025ના રોજ 427 ટ્રીપમાં 1,91,529 મુસાફરો મેટ્રોને મળ્યા હતા. કોલ્ડપ્લે કોન્સર્ટ દરમિયાન છેલ્લા બે સપ્તાહમાં શનિવાર-રવિવારની સરખામણીએ દરરોજની લગભગ 1 લાખથી વધુ લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી હતી. આ પહેલા 22, મે 2024ના રોજ યોજાયેલી આઈપીએલ ફાઇનલ વખતે 439 ટ્રીપમાં 1,65,504 મુસાફરો મળ્યા હતા. હોટલ સિવાય સ્ટેડિયમની આસપાસ આવેલા મકાનોના ભાડા પણ બે દિવસ માટે ચારથી પાંચ ગણા થઈ ગયા હતા. તેમ છતાં બહારના રાજ્યમાંથી આવેલા અનેક લોકોએ આવા મકાન બુક કરાવ્યા હતા.

કોન્સર્ટ બાદ ખાણી પીણી બજારમાં ઉમટ્યાં લોકો

મેટ્રો સિવાય અમદાવાદના ખાણી પીણી માર્કેટને પણ આ કોન્સર્ટથી તોતિંગ આવક થઈ હતી. સીજી રોડનું મ્યુનિસિપલ માર્કેટ અને માણેક ચોક બજારમાં લોકો ઉમટી પડ્યા હતા. આ બે દિવસ દરમિયાન અહીંયા હૈયેહૈયું દળાય એટલી ભીડ હતી. જેના કારણે વિક્રેતાઓને પણ તગડી કમાણી થઈ હતી અને ઘણી જગ્યાએ તમામ વસ્તુ વેચાઇ જતાં સ્ટોલ બંધ કરવા પડ્યા હતા.

કોલ્ડપ્લે કોન્સર્ટના કારણે અમદાવાદ એરપોર્ટ પણ સતત વ્યસ્ત રહ્યું હતું. 25 અને 26 જાન્યુઆરીના કોન્સર્ટને લઈ દેશ વિદેશમાંથી 24 તારીખથી જ લોકો આવવા લાગ્યા હતા. 25 જાન્યુઆરીએ ડોમેસ્ટિક, ઈન્ટરનેશનલ અને ચાર્રર્ડ મળી 340 ફ્લાઇટ્સની અર જવર થઈ હતી.3 દિવસમાં 980 ફ્લાઇટ્સમાં રેકોર્ડ 1.38 લાખ મુસાફરો આવ્યા હતા. સ્ટેડિયમની બહાર પણ મોટી સંખ્યામાં ઓટો રિક્ષા સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. જેનો પણ મુસાફરોએ લાભ લીધો હતો. રિક્ષા ચાલકોને પણ બે દિવસ દરમિયાન બંપર કમાણી થઈ હતી.

Also read : ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓની હાજરી અંગે લીધો મહત્વનો નિર્ણય; Digital Attendance System લાગુ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમને કેટલી થઈ આવક

આ ઉપરાંત સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોલ્ડપ્લે કોન્સર્ટ માટે બુક થયેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ભાડા અને સિંગર તથા આર્ટિસ્ટને મળી 120 કરોડ ચૂકવવામાં આવ્યા હતા. ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા હજુ સત્તાવાર આંકડો જાહેર કરવામાં આવ્યો નથી. કોન્સર્ટ બે દિવસનો હતો પરંતુ કાર્યક્રમ માટે સ્ટેડિયમ, લાઇટ અને મ્યુઝિક જેવી સિસ્ટમ ગોઠવવા એક સપ્તાહ પહેલા આયોજકોને સોપંવામાં આવ્યું હતું. સ્ટેડિયમનું એક દિવસનું ભાડું 20 કરોડ મળી કુલ બે દિવસના 40 કરોડ ચૂકવવામાં આવ્યા હતા. તેમજ કોલ્ડપ્લે ટીમને બે દિવસના 80 કરોડ મહેનતાણું ચૂકવાયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button