Gujarat Weather: ફેબ્રુઆરીમાં સર્જાશે ચોમાસા જેવો માહોલ, અંબાલાલ અને પરેશ ગોસ્વામીની આગાહી…
અમદાવાદઃ ગુજરાતના વાતાવરણમાં ફરી (gujarat weather) એક વખત પલટો આવશે. રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ત્યાર હવામાન નિષ્ણાતોએ પલટો અને અનેક વિસ્તારોમાં માવઠાની શક્યતા વ્યક્ત કરી છે. ફેબ્રુઆરી (february 2025) મહિનાની શરૂઆતમાં જ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં માવઠાની (unseasonal rain) શક્યતા છે. સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત સુધી માવઠું થાય તેવી સંભાવના છે.
આ પણ વાંચો : ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓની હાજરી અંગે લીધો મહત્વનો નિર્ણય; Digital Attendance System લાગુ
પરેશ ગોસ્વામીએ શું કહ્યું
પરેશ ગોસ્વામીની આગાહી મુજબ, ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના વરસાદની શક્યતાઓ રહેલી છે. એક વેસ્ટન ડીસ્ટર્બન્સને કારણે ગુજરાત ઉપર એક અસ્થિરતા સર્જાશે. જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર 3, 4 અને 5 ફેબ્રુઆરી દરમિયાન માવઠું થાય તેવી શક્યતાઓ છે. ઉત્તર અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસી શકે છે.
અંબાલાલ પટેલે શું કરી છે આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આવી જ આગાહી કરી છે. તેમની આગાહી પ્રમાણે, રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે. કમોસમી વરસાદથી ખેતી પાકને નુકસાન થઈ શકે છે. 30 અને 31 જાન્યુઆરીના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. જેના કારણે ફેબ્રુઆરીની શરૂઆત સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું અને કરા પડવાની શક્યતા છે. 2 થી 4 ફેબ્રુઆરી દરમિયાન માવઠું અને કેટલાક વિસ્તારોમાં કરા પડી શકે છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, વડોદરા, નડિયાદ અને આણંદ, ખંભાત ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ, કલોલ, પંચમહાલ, સાબરકાંઠા અને મહેસાણા જેવા વિસ્તારોમાં પણ જોવા મળી શકે છે. ગાજવીજ સાથે માવઠું થવાની શક્યતા છે.
આ પણ વાંચો : ચલો કુંભ ચલે… યાત્રાનો ગાંધીનગરથી કરાયો શુભારંભઃ જનતાનો અભૂતપૂર્વ પ્રતિસાદ
ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે.