તરોતાઝા

કહેવાય ઉપરવાળો શોધીએ મંદિરમાં ને રહે…

મોજની ખોજ -સુભાષ ઠાકર

`ઉપર ભી ખુદા હૈ ,નીચે ભી ખુદા હૈ … ‘ ચાલીસ – પચાસના ટોળા વચ્ચે ચંબુપ્રસાદ પોતાની અમૃત
શાયરી પીરસતા હતા ને સડક ભક્તો `વાહ વાહ’ની દાદ આપતા હતા. રસ્તા પરથી પસાર થતો હું પણ આ શાયરીના ભક્તો સાથે જોડાઈ ગયો. શાયરી આગળ વધી : `ઉપર ભી ખુદા, નીચે ભી ખુદા હૈ, દાઈને ભી ખુદા હૈ… બાયે ભી ખુદા હૈ….’ `વાહ વાહ ખુદા કી બાત હૈ’ મેં પણ દાદ આપી ત્યાં તો ચંબુ શાયરીમાં આગળ સરક્યો ને હું લાઇનમાં.. સાંભળવામાં લીન હતો ત્યાં તો ચંબુએ ખુદાના બીજા બે સ્થળ જાહેર કર્યા `ઉપર નીચે, દાયે બાયે તો ખુદાહૈ મગર દોસ્તો આગે ભી ખુદા હૈ ઓર પીછે ભી ખુદા હૈ ! ‘

`વાહ વાહ કિતને ખુદા’ હું ભયંકર ચમક્યો આ મારું બેટું કેવું, મને થયું અલ્યા ચંબુડા, તું હજી સુધી સરખું મંદિર શોધી શક્યો નથી તું ખુદને હજી ઓળખી શક્યો નથી કયા ખુદા ક્યાં બેઠા છે એનું ભાન નથી, તું મસ્જિદમાં જઈ ભજન ગાય છે, તું લક્ષ્મી નારાયણના મંદિરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરે છે, દેરાસરમાં તું ચુસ્ત ને પાકા જૈનને પૂછે છે `અહીં ભાગવત સપ્તાહ ક્યારે બેસાડવાની છે?’ એ તો સારું છે કે કોઈ ભગવાન તારા પર ભડક્યા નથી…. ચંબુ, ખુદા વિષે તારું જ્ઞાન તળિયે ગયું છે ને તને ખુદા કઇ દિશામાં છુપાયો છે એની ક્યા તગારામાંથી ખબર? અલ્યા, ખુદા તારી માસીનો દીકરો છે? તારો સાઢુભાઈ છે? સગો છે? મિત્ર છે? તારો શું છે? અને માન્યું કે કે તારો કોઈ સંબંધ છે તો પણ ખુદાને આમ ઉપર નીચે ડાબે જમણે દોડાવાય?’ એને કીધું એટલે મેં પણ ખુદાને જોવા ટે્રનના ડબ્બામાં છત પર ફરતા સીલિંગ ફેનની
જેમ મારી ડોકી ગોળ ગોળ ફેરવી છતાં પરિણામ શૂન્ય. પછી મારી ખોપરી છટકી ને જીભ સરકી :

`દેખો ભીડુ, હમને હર ખુદાકે સામને હમારી જીભકા પૂરા છોતરાં નીકલ ગયા ઇતની પ્રાર્થના ઓર ભજનકા ખડકલા કર દિયા ફિર ભી ખુદા નામકા કોઈ બંદા કા કભી કોઈ દર્શન નહીં હુઆ ઔર તુજે ચારોકોર ખુદા કૈસે દિખાઈ દેતા હૈ ..ઉલ્લુ બનાઇન્ગ.. અભી તુમ હમકો યે બતાઓ કી ખુદા કહાં નહીં હૈ?’ `અરે ખુદા તો મલાડ હાઇવે પે નહીં હૈ, કાંદિવલી ચારકોપ, ગોરેગામ લિન્ક રોડ, અંધેરી સે કુર્લા રોડ, કાંદિવલી એસ. વી. રોડ .. કિતના ગીનાઉ ઐસી કહી જગા હૈ જહાં અભિ તક ખુદા નહીં હૈ, લેકિન કામ ચાલુ હૈ’ એના જવાબથી હું ચમક્યો : `કામ ચાલુ હૈ મતલબ?’

`અભી મતલબ સે તુમકો કયા મતલબ? સુનો તીન ચાર દિનમે ઉધર ભી ખુદાઇ હો જાયેગી અભિ સ્ટાફ થોડા કમ હૈ, લેકિન આપ હમે યે બતાઓ કે આપ હમારે હૈ કોન?’ `અરે મેરા નામ સુભાષ ઠાકર ઔર ..’`અરે , વો જ ને જો ગુજરાતી અખબારમે લીખતા હૈ’ `નહીં મૈ ઘર પે ટાઈપ કરકે ભેજતા હું વો પેપરમે છપાતા હૈ…દેખો ભીડુ, મૈ સમજા આપ ઉપરવાળે ખુદાકી બાત બોલતે હો ઓર ઉસકી શાયરી કરતે હો’ `નહી જી, હમ તો ઇખઈ મે કામ કરતે હૈ. મૈ સફાઇ કામકા હેડ મિસ્ટર ચંબપ્રસાદ ત્રિવેદી હું ઔર ગટર ઓર ટેલિફોન કે લીયે સડક ખોદને કી બાત સ્ટાફવાલો કો સમજા રહા હું લેકિન આપ જો ઉપરવાલે ખુદા કી બાત સમજે હૈ તો ઓર એક બાત સમજ લો કી વો ઉપરવાલા ખુદા ઢૂંઢને કે લિયે ખુદ કો અંદરસે ખોદના પડેગા, શાયદ ખુદા મિલ જાયે’ નહીં મિલા તો’ મેં પૂછ્યું .

`અરે યાર અગર ખુદા નહીં મિલા તો જિક્ર કયું? ઓર મિલા તો ફીક્ર કયો? દોનો સાઇડ રખ્ખો ના. અચ્છા આપ ગુજરાતી જાનતે હો? ` `અરે, મૈ પ્યોર વેજીટેરિયન સો ટકા ગુજરાતી હું…’ `તો ઠાકર બહુ ભગવાન ભગવાન બોલી હેરાન નઇ કરવાના ને યાદ પણ નઇ કરવાના, ને તું યાદ રાખ જે દિવસે તને ભગવાન યાદ કરી એમની પાસે બોલાવી લેશે તો તારી એવી વાટ લાગી જશે કે પછી તારું આખું કુટુંબ આખી જિંદગી વાટ જોશે તોયે તું નઇ મળી શકે. મારી વાત સમજાય છે?’ `અરે ચંબુપ્રસાદ તે જીવતે જીવ મળે એટલે હમણાં રામ મંદિરમાં હાથ જોડી બોલ્યો’તો : `હે પ્રભુ તને અમારામાં મૂકેલી શ્રધ્ધા અધૂરી લાગતી હોય તો તું અમારામાં થોડી શ્રઘ્ધા રાખ પણ ક્યારેક તો મળવાનું રાખ’ `અરે છોડ યાર ઠાકર, પ્રભુને શોધવાના તો લોચમ લોચે જ છે.’

એનું કાયમી કોઈ સરનામું જ નથી એક સોલિડ વાત કઉ : હમણાં કાંદિવલી એસ. વી. રોડ પર ખોદેલ ખાડાની બાજુમાં ત્યાં ફૂટપાથ પર એક વૃદ્ધ ભિખારી 25 વર્ષથી ભીખ માગતા. રામભક્ત. પૂરો ભરોસો રામ પર… અરે રામની રાહ જોવામાં રામનાં ભજન પણ ગાતો, પણ એમ રામ થોડા આવે? એમાંને એમાં એક દિવસ એના જ રામ રમી ગયા ને રામ પાસે પહોંચી ગયા. પછી એમની લાકડી, જૂના કપડાનું પોટલું, ભિક્ષાપાત્ર, ને જે આસન પર બેસી ભીખ માગતા હતા એ આસન બધુ જ બાળી નાખ્યું, ફેંકી દીધું .. ત્યાં કોઈ બોલ્યું `જે જગા પર ભીખ માંગી એ માટી પણ થોડી કાઢી લો.’ પણ આ શું?

જેવી જમીન ખોદી તો અંદરથી એક સોનાનો ચરુ ને પ્રભુ રામની મૂર્તિ મળી આવી કોઈ બોલ્યું `આખી જિંદગી વાટ જોઈ રામના ભજન ગાયા પણ એકવાર જરાક નીચે ખોદયું હોત તો ..’ `કઇ સમજાયું? કહેવાય ઉપરવાળો શોધીએ મંદિરમાં ને રહે છે આપણી અંદર જ’`પછી તો સોનામહોરનો ચરુ કોઈ લઈ ગયું પણ રામની મૂર્તિ મને આપી’`અરે વાહ તને કેમ?’ મેં પૂછ્યું `કારણ કે એ ભિક્ષુક બીજું કોઈ નઇ પણ મારા બાપુ હતા’ ચંબુ રડી પડ્યો ને હું ડઘાઈ ગયો.
શું કહો છો?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button