પંજાબમાં આંબેડકરની પ્રતિમાને તોડવાનો પ્રયાસઃ તપાસ માટે આઠવલેએ કરી માંગણી
![Athawale demands probe into attempt to demolish Ambedkar statue in Punjab](/wp-content/uploads/2025/01/babasaheb-ambedkar.webp)
મુંબઈ: અમૃતસરમાં ડો. બી. આર. આંબેડકરની પ્રતિમાને તોડવાના પ્રયાસને કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ આજે વખોડી કાઢી તપાસ કરવાની માંગ કરી હતી. રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા – આરપીઆઈ (એ)ના અધ્યક્ષએ કહ્યું હતું કે પક્ષના કાર્યકરો પંજાબ અને મહારાષ્ટ્રમાં દેખાવો કરશે.
સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં આઠવલેએ આ ઘટના માટે પંજાબની ભગવંત માન સરકાર જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો હતો અને વિસ્તૃત તપાસની માગણી કરી હતી. આઠવલે બુધવારે સ્થળની મુલાકાત લેશે.
આ પણ વાંચો : ભારત બહાર ડૉ. આંબેડકરની સૌથી ઊંચી પ્રતિમાનું અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં અનાવરણ
અમૃતસરમાં બી. આર. આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરનાર એક વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક વ્યક્તિ કથિત રીતે હથોડી લઈને સ્ટીલની સીડીનો ઉપયોગ કરીને પ્રતિમા પર ચઢી રહ્યો હોવાનું જોવા મળ્યું હતું.
(પીટીઆઈ)