આમચી મુંબઈ

Viral Video: ડોંબિવલીમાં ચમત્કાર, ફ્લેટના ત્રીજે માળથી પડેલા બાળકનો જીવ યુવકે બચાવ્યો

મુંબઈઃ ‘જાકો રાખે સાંઈયા, માર સકે ના કોઈ’, હકીકતમાં આ કહેવત સાચી સાબિત કરતી એક ચમત્કારિક ઘટના ડોંબિવલીમાં ઘટી હતી. ડોંબિવલી સ્થિત દેવીચાપાડા વિસ્તારની એક ઘટનામાં ત્રીજા માળની બિલ્ડિંગ પરથી એક બાળક પડ્યું હતું, પરંતુ એ જ ક્ષણે એક યુવક બાળકને બચાવવા ધસી ગયો હતો અને તેના હાથમાં પડ્યું હતું. જોકે, યુવાનના પ્રયાસને કારણે બાળકનો આબાદ બચાવી લીધો હતો.

ડોંબિવલીના દેવીચાપાડા વિસ્તારમાં રવિવારે સવારના આ બનાવ બન્યો હતો. બે વર્ષનું બાળક ત્રીજા માળની બિલ્ડિંગ પરથી નીચે પડ્યું હતું. એ જ વખતે બિલ્ડિંગમાં રહેતા ભાવેશ મ્હાત્રે નામનો યુવક બાળકને બચાવી લેવા દોડ્યો હતો બાળક નીચે પડ્યા પછી તેને કેચ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, યુવકના હાથમાંથી બાળક સરકી ગયું હતું. સદ્ભાગ્યે બાળકને બચાવી લીધું હોવાનો વીડિયો વાઈરલ થયો હતો.

https://twitter.com/Samachar_Mumbai/status/1883816280840458624?t=UBBESxP3FbOJoWW6B_eRSA&s=19

આ ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આટલી ઊંચાઈએથી પડવા છતાં બાળકનો જીવ બચી ગયો તે ભગવાનનો ચમત્કાર નહીં તો બીજું શું છે? ત્રીજા માળ પરથી પડ્યા પછી બાળક સુરક્ષિત છે અને નાની ઈજાઓ માટે સારવાર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, આ ઘટના દર્શાવે છે કે થોડી જાગૃતિ અને હિંમત કોઈનો જીવ બચાવી શકે છે.

આ પણ વાંચો : મુંબઈ, કલ્યાણ, ડોંબિવલીથી બાંગ્લાદેશી નાગરિકો પકડાયા

એક સાક્ષીએ જણાવ્યું કે બાળક તેના ફ્લેટની બાલ્કનીમાંથી રમતી વખતે પડી ગયું હતું. તે થોડીવાર બાલ્કનીના કિનારે લટક્યા બાદ નીચે પડયું હતું. મહાત્રેએ જણાવ્યું હતું કે તે બિલ્ડિંગ નીચેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે બાળકને બાલ્કનીમાં લટકતું જોયું. જોકે, એ જ વખતે યુવાન દોડીને બાળકને પકડી લીધું.

આ ઘટનાએ ભાવેશની બહાદુરી અને માનવતાનો દાખલો બેસાડ્યો છે. સ્થાનિક લોકોએ તેમની ખૂબ પ્રશંસા કરી હતી. બાળકના પરિવારના સભ્યો પણ વીડિયો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા, જ્યારે સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ થયા પછી લોકોએ તેની સતર્કતાની પ્રશંસા કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button