નેશનલ

પરિવાર સાથે મહાકુંભ પહોંચ્યા ગૃહ પ્રધાન, યોગી સાથે લગાવી આસ્થાની ડુબકી

પ્રયાગરાજઃ મહાકુંભ મેળાનો આજે પંદરમો દિવસ છે. 26 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ ધાર્મિક અને આધ્યાત્મિક મેળામાં ભાગ લેવા અને ત્રિવેણી સંગમમાં ડુબકી લગાવવા દેશવિદેશથી લોકો અને વિવિધ શ્રેત્રની જાણીતી હસ્તીઓ આવી રહી છે. અત્યાર સુધી મહાકુંભમાં 13.21 કરોડ લોકો આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. આ આંકડામાં લગાતાર વૃદ્ધિ જોવા મળી રહી છે. ના ના કરતા કરતા સમાજવાદી પક્ષના અધ્યક્ષ અખિલેશ યાદવ પણ પણ પવિત્ર સંગમમાં ડુબકી લગાવી ચૂક્યા છે. બોલિવૂડના એસ કોરિયોગ્રાફર રેમો ફર્નાન્ડિઝ પણ છુપા વેશે મહાકુંભમાં આવ્યા હતા. જોકે, એ અલગ વાત છે કે અનેક પ્રયત્નો કરવા છતાં પણ તેઓ ઓળખાઇ ગયા હતા. અનેક રાજકીય નેતાઓ આ આધ્યાત્મિક મેળામાં આસ્થાની ડુબકી લગાવી ચૂક્યા છે. આજે દેશના ગૃહ પ્રધાન અમિત શાહ પણ સહપરિવાર મહાકુંભ ક્ષેત્રમાં પધાર્યા છે. તેમણે પણ આસ્થાના સંગમમાં ડુબકી લગાવી છે. તેમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પતંજલિના બાબા રામદેવ તેમ જ અનેક સંતો પણ હતા. તેમણે પણ ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કર્યું હતું.

Also read: મહાકુંભઃ ગંગાને ‘ડૂબતી બચાવવા’ માટે રોજ પાણીની ચકાસણી અને પૂજાનો કચરો દૂર કરવા સરકારે કમર કસી

મહાકુંભમાં ભવ્ય સ્નાન કરતા પહેલા અમિત શાહે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે મહાકુંભ એ સમાતન સંસ્કૃતિની અવિરત ધારાનું પ્રતીક છે. કુંભ સમરસતા પર આધારીત આપણા સનાતન જીવન દર્શનનું વર્ણન કરે છે. એક્તા અને અખંડતાના આ પાવન પર્વ પર સંગમ તીર્થમાં સ્નાન કરીને સંતજનોના આશિર્વાદ લેવા માટે ઉત્સુક છું.

એમ પણ જાણવા મળ્યું છે કે કુંભ સ્નાન બાદ અમિત શાહ અને યોગી આદિત્યનાથ અક્ષયવટના દર્શન કર્યા હતા. ત્યાર બાદ અમિત શાહ તેમના પરિવાર સાથે જૂના અખાડા પહોંચ્યા હતા અને પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button