એવો તે શું સવાલ પૂછાયો કે ગુસ્સામાં લાલચોળ થઈ Aishwarya Rai-Bachchan? વીડિયો થયો વાઈરલ…
બોલીવૂડની બ્યુટીફૂલ એક્ટ્રેસમાંથી ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) હાલમાં તેની પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં રહે છે. સાઉથ ઈન્ડિયન ફિલ્મોથી શરૂ કરીને હિંદી ફિલ્મોમા પોતાની આગવી ઓળખ ઊભી કરનારી ઐશ્વર્યા હાલમાં અભિષેક બચ્ચન (Abhishek Bachchan) સાથેના પોતાના અણબનાવને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ એક્ટ્રેસનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે પૂછાયેલો સવાલ સાંભળીને ગુસ્સે થયેલી જોવા મળી રહી છે.
આ પણ વાંચો : હુમલા પછી પહેલી વાર સૈફ અને કરીના સાથે જોવા મળ્યાં, બેબો કોનાથી છુપાઈ જુઓ?
આવો જોઈએ આખરે એવો તે શું સવાલ પૂછાયો કે હંમેશા એકદમ શાંત અને કમ્પોઝ રહેતી ઐશ્વર્યા ગુસ્સામાં રાતીચોળ થઈ ગઈ હતી.
વાત જાણે એમ છે કે આ વાઈરલ થઈ રહેલો આ વીડિયો અત્યારો નથી અને જૂનો છે. 2000ની સાલમાં એવી અફવાઓ ઉડવા લાગી હતી કે ઐશ્વર્યા બોલીવૂડ બાદ હોલીવૂડમાં શિફ્ટ થવાની છે. જ્યારે મીડિયા દ્વારા આ સવાલ ઐશ્વર્યાને પૂછવામાં આવ્યો ત્યારે એક્ટ્રેસે મીડિયા પાસે આ વાતનો પૂરાવો માંગ્યો હતો. આ સમયનો એ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે અને આ વીડિયોમાં ઐશ્વર્યા મીડિયા પર ગુસ્સે ભરાતી જોવા મળી હતી.
પીળા કલરના આઉટફિટમાં ઐશ્વર્યા એટલી જ સુંદર લાગી રહી છે જેટલી હાલમાં લાગી રહી છે. મીડિયા સામે ઐશ્વર્યાનું બિહેવિયર હંમેશા સ્લો અને સ્ટેડી હોય છે, પરંતુ જ્યારે હોલીવૂડ શિફ્ટ થવા અંગે ઐશ્વર્યાને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેને ગુસ્સો આવ્યો હતો અને તેણે જવાબ આપતા કહ્યું હતું કે એક મિનીટ ઊભા રહો, મેં ક્યારે અને કયા ઈન્ટરવ્યુમાં આવું કહ્યું છે એ તમે મને દેખાડો.
એટલું જ નહીં તેણે આગળ એવું પણ જણાવ્યું હતું કે જો તમે મને સવાલ પૂછવા માંગો છો તો ચોક્કસ પૂછો, પણ બીજાના સ્ટેટમેન્ટ મારા નામ પર ના થોપો. મેં બંગાળી, સાઉથ ઈન્ડિયન, હિંદી અને હવે તો ઈંગ્લિશ ફિલ્મો પણ કરી રહી છું તો એનો અર્થ એ નથી કે હું ત્યાં શિફ્ટ થવાની છું. ઐશ્વર્યાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર હાલમાં તૂફાન વાઈરલ થઈ રહ્યો છે. તમે પણ ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો
આ પણ વાંચો : પ્રેગ્નન્સી બાદ રેખા જેવા બોસી લુકમાં નજર આવી અભિનેત્રી….
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાય સમયથી ઐશ્વર્યા ફિલ્મો અને બચ્ચન પરિવાર બંનેથી દૂર છે. કેટલાક રિપોર્ટ્સમાં તો એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે ઐશ્વર્યા અને અભિષેક બંને ડિવોર્સ લેવા જઈ રહ્યા છે, પરંતુ જાન્યુઆરી, 2025ની શરૂઆતમાં જ દીકરી આરાધ્યા સાથે ન્યુ યર સેલિબ્રેટ કરીને પાછા ફરતાં દેખાયા બાદથી આ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે.