ત્રણ દિવસ બાદ સર્જાઇ રહ્યો છે ચતુર્ગ્રહી યોગ, આ ત્રણ રાશિના જાતકોને થશે બખ્ખા… જોઈ લો તમારી રાશિ તો નથી ને?
જ્યોતિષ શાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દર થોડા સમયાંતરે ગ્રહો ચાલ બદલે છે અને અલગ અલગ યોગોનું નિર્માણ કરે છે. ત્રણ દિવસ બાદ એટલે કે 19મી ઓકટોબરથી આવો જ એક શુભ યોગ બની રહ્યો છે નામે ચતુર્ગ્રહી યોગ. આ સિવાય ગ્રહોની આ હિલચાલ અનેક વખત ત્રિગ્રહી યોગ પણ બનાવે છે, જેની અસર પ્રભાવ માનવ જીવન અને દેશ-દુનિયા પર જો મળે છે.
આ યોગ અમુક રાશિના લોકો માટે શુભ તો અમુક રાશિના લોકો માટે અશુભ સાબિત થઈ શકે છે. તમારી જાણ માટે કે 19મી ઓક્ટોબરે મંગળ, કેતુ, બુધ અને સૂર્યની યુતિ તુલા રાશિમાં થવા જઇ રહી છે અને એને કારણે જ ચતુર્ગ્રહી યોગનું નિર્માણ થવા જઇ રહ્યું છે. આ ચતુર્ગ્રહી યોગના પ્રભાવથી કેટલીક રાશિઓની કિસ્મત ચમકી ઉઠશે અને એમને આકસ્મિક ધનલાભ અને પ્રગતિના યોગ બની રહ્યાં છે. ચાલો જાણીએ વધારે સમય વેડફ્યા વિના જાણીએ કે આખરે કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
મેષ: મેષ રાશિના જાતકો માટે આ ચતુર્ગ્રહી યોગ ખૂબ જ લાભદાયી સાબિત થઇ શકે છે કારણ કે આ યોગ આ રાશિના સપ્તમ ભાવમાં રચાઇ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન આ રાશિના લોકોને પાર્ટનરશિપના કામમાં સફળતા મળીશે. વૈવાહિક જીવનમાં પણ સુખ-સમૃદ્ધિના શુભ યોગ રચાઇ રહ્યાં છે. જીવનસાથી સાથેના સંબંધો ખૂબ જ મધુર બનશે અને એકબીજાની સલાહથી સારી રીતે કામ કરી શકશો. તેવામાં આ સમયે તમને બિઝનેસમાં પ્રગતિ મળશે. કુંવારા લોકો માટે છે, તેમના માટે લગ્નના પ્રસ્તાવ આવી શકે છે.
મકર: ચતુર્ગ્રહી યોગના નિર્માણથી આ રાશિના જાતકો માટે કરિયર અને બિઝનેસની દ્રષ્ટિએ શુભ સાબિત થશે, કારણ કે આ યોગ મકર રાશિના કર્મ ભાવમાં બની રહ્યો છે. આ સમયગાળા દરમિયાન નોકરિયાત વર્ગના લોકોને પ્રમોશન કે પછી વેતનમાં વૃદ્ધિ જેવા શુભ સમાચાર સાંભળવા મળી શકે છે. કામના સ્થળ પર આ રાશિના લોકો પ્રભાવ વધશે. તમારા માટે રોજગારમાં સફળતાના યોગ રચાઇ રહ્યાં છે. તેવામાં જે લોકો બિઝનેસ સાથે સંકળાયેલા છે, તેમને આ સમયે ધનલાભ થઇ શકે છે. કોઇ મોટી બિઝનેસ ડીલ ફાઇનલ થઇ શકે છે અને એને કારણે આ રાશિના લોકોને પુષ્કળ ધનલાભ થઈ શકે છે.
કુંભ: આ રાશિના લોકો માટે ચતુર્ગ્રહી યોગનું નિર્માણ અનુકૂળ સાબિત થઈ શકે છે, કારણ કે આ યોગ તમારી રાશિના નવમા ભાવમાં રચાવા જઇ રહ્યો છે. તેથી આ સમયે તમને ભાગ્યનો સાથ મળી શકે છે. સાથે જ જે કામ અટવાયેલા છે, તેમા તમને સફળતા મળી શકે છે. આ રાશિના લોકોની ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે અને તેનો તમારા જીવન પર શુભ પ્રભાવ પણ જોવા મળી શકે છે. આ સમયગાળા દરમિયાન કોઈ બિઝનેસ ટ્રિપ પ્લાન કરી શકો છો અને આ ટ્રિપ લાંબાગાળે ફાયદાકરક સાબિત થઈ શકે છે.