નેશનલ

ઉત્તરાખંડમાં રાજકીય બબાલે હિંસક સ્વરુપ કર્યું ધારણઃ અપક્ષના ધારાસભ્ય પર ભાજપના ધારાસભ્યએ કર્યું ફાયરિંગ

દહેરાદૂન: ઉત્તરાખંડમાં વર્તમાન ધારાસભ્ય અને ભૂતપૂર્વ ધારાસભ્યો વચ્ચેનો ઝઘડો હવે ધીમે ધીમે હિંસક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. રુરકીના ખાનપુરથી અપક્ષ ધારાસભ્ય ઉમેશ કુમારના કેમ્પ ઓફિસ પર ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય પ્રણવ સિંહ ચેમ્પિયને કથિત રીતે ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયાના પણ અહેવાલ છે. હાલ ઘટનાસ્થળે પોલીસનો કાફલો તૈનાત છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: અજમેર દરગાહ નીચે મંદિર હોવાનો દાવો કરનારા વિષ્ણુ ગુપ્તાની કાર પર ફાયરિંગ…

હરદ્વાર જિલ્લામાં તણાવપૂર્ણ પરિસ્થિતિ
પ્રાપ્ત વિગતો અનુસાર ઉત્તરાખંડમાં વર્તમાન ધારાસભ્ય અને ભૂતપૂર્વ ધારાસભ્ય વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે રૂરકી સહિત હરિદ્વાર જિલ્લામાં ખૂબ જ તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ છે. આ તણાવનું કારણ હરદ્વાર જિલ્લાની ખાનપુર બેઠક પરથી ભૂતપૂર્વ ધારાસભ્ય કુંવર પ્રણવસિંહ ચેમ્પિયન અને વર્તમાન ધારાસભ્ય ઉમેશ કુમાર વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલ રાજકીય વિવાદનું પરિબળ જવાબદાર. આ બંને નેતાઓ ઘણા મહિનાઓથી સોશિયલ મીડિયા પર સતત એકબીજા વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા છે, પરંતુ રવિવારે આ વિવાદે હિંસક સ્વરુપ ધારણ કર્યું છે.

સમર્થકો વચ્ચે ઝપાઝપીનો વીડિયો વાઈરલ
ઘટનાની મળી રહેલી વિગતો અનુસાર ભૂતપૂર્વ ધારાસભ્ય કુંવર પ્રણવ સિંહ ચેમ્પિયન તેમના સમર્થકો સાથે રૂરકીમાં ઉમેશ કુમારની કેમ્પ ઓફિસ પહોંચ્યા હતા. ઉમેશ કુમારના સમર્થકો અને પ્રણવ સિંહના સમર્થકો વચ્ચે ઝપાઝપી થઈ હતી. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો.

ઉમેશ કુમારના નિવાસસ્થાન પર ગોળીબારનો દાવો
એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે કુંવર પ્રણવ સિંહ ચેમ્પિયનના સમર્થકોએ ધારાસભ્ય ઉમેશ કુમારના નિવાસસ્થાન પર ગોળીઓ ચલાવી છે. વીડિયોમાં ચેમ્પિયનના સમર્થકોના હાથમાં બંદૂકો પણ દેખાય છે, જ્યારે ચેમ્પિયન ઉમેશ કુમારના ઘરે પહોંચ્યા ત્યારે ઉમેશ કુમાર ત્યાં નહોતા. તેમની ઓફિસ પર ગોળીબાર થયાની માહિતી મળતા જ ઉમેશ કુમાર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

ધારાસભ્ય ચેમ્પિયનની અટકાયત
ધારાસભ્ય ઉમેશ કુમાર સાથેના વિવાદ બાદ પૂર્વ ધારાસભ્ય ચેમ્પિયનને દેહરાદૂન સ્થિત નેહરુ કોલોની પોલીસ સ્ટેશનમાં અટકાયતમાં લેવામાં આવ્યા છે. પોલીસ તેને પકડવા માટે હરિદ્વારથી રવાના થઈ ગઈ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button