ઇન્ટરનેશનલમનોરંજન

પૂર્વ મિસ વર્લ્ડ કંટેસ્ટન્ટનું નિધન

સર્વાઇકલ કેન્સરે લીધી જાન

મનોરંજન ઉદ્યોગમાંથી એક માઠા સમાચાર આવ્યા છે. પૂર્વ મિસ વર્લ્ડ સ્પર્ધક શેરિકા ડી આરમાસનું 26 વર્ષની વયે અવસાન થયું છે. ભૂતપૂર્વ મિસ વર્લ્ડ સ્પર્ધક શેરિકા ડી આરમાસને 2021 માં સર્વાઇકલ કેન્સર હોવાનું નિદાન થયું હતું અને તેણે કીમોથેરાપી અને રેડિયોથેરાપી સહિતની ઘણી સારવારો કરાવી હતી. જોકે તે કેન્સર સામેની જંગ હારી ગઇ અને 13 ઑક્ટોબરના રોજ તેનું નિધન થયું હતું એવી સૂત્રોએ માહિતી આપી હતી. સામાન્ય રીતે સર્વાઇકલ કેન્સર મોટેભાગે 30 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં જોવા મળે છે.

નિયમિત તપાસ અને HPV રસી વડે આ રોગને રોકી શકાય છે. જોકે, આ વિધિની વક્રતા જ કહેવાય કે 25 વર્ષથી નાની ઉંમરે શેરિકાને સર્વાઇકલ કેન્સર થયું.

શેરિકાએ 2015માં મિસ વર્લ્ડ સ્પર્ધામાં ઉરુગ્વેનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ડી આર્માસ ચીનના સાન્યામાં 2015ની મિસ વર્લ્ડ સ્પર્ધામાં ટોચના 30માં સ્થાન મેળવી શકી ન હતી, પરંતુ તે સ્પર્ધામાં ભાગ લેનારી 18 વર્ષની વયની માત્ર છ કન્ટેસ્ટન્ટમાંની એક હતી. તે સમયે જજોએ ઉરુગ્વેની યુવા આશાસ્પદ પ્રતિભાઓમાંની એક” ગણાવીને તેના “સુંદર ચહેરા, જબરજસ્ત ઊંચાઈ અને પ્રભાવશાળી વ્યક્તિત્વ”ની પ્રશંસા કરી હતી.


તેણે પોતાની મેક અપ લાઇન પણ લોન્ચ કરી હતી. તે શે ડે અરસામ સ્ટૂડિયોના નામે હેર અને પર્સનલ કેર સંબંધિત પ્રોડક્ટ્સનું વેચાણ કરતી હતી. શેર્કાએ કેન્સર પીડિત બાળકોનો ઇલાજ કરતી સંસ્થા- પેરેજ સ્ક્રેમિની ફાઉન્ડેશનમાં પણ સેવા આપી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button