ઉત્તર પ્રદેશનાં ચાર ભાગલા થશે! યોગી આદિત્યનાથે નિવેદન આપ્યું, સનાતન ધર્મ અંગે પણ ચીમકી ઉચ્ચારી
પ્રયાગરાજ: વસ્તીની દ્રષ્ટિએ ભારતના સૌથી મોટા રાજય ઉત્તર પ્રદેશમાં છેલ્લા કટલાક દિવસોથી રાજ્યના ભાગલાની ચર્ચાએ ફરી જોર (Division of Uttar Pradesh) પકડ્યું છે. એવામાં રાજ્યના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે(CM Yogi Adityanath) એક ઈન્ટરવ્યું દરમિયાન સ્પષ્ટ કર્યું કે તેઓ યુપીના વિભાજનના પ્રસ્તાવનો સખ્ત વિરોધ કરે છે અને ઉત્તર પ્રદેશની તાકાત તેની એકતામાં રહેલી છે.
BSPનો પ્રસ્તાવ:
નોંધનીય છે કે વર્ષ 2011 માં જયારે રાજ્યમાં બહુજન સમાજ પાર્ટી (BSP) ની સરકાર હતી ત્યારે, યુપી વિધાનસભાએ રાજ્યને ચાર ભાગો અવધ પ્રદેશ, પૂર્વાંચલ, બુંદેલખંડ અને પશ્ચિમ પ્રદેશમાં વિભાજીત કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો અને કેન્દ્રને મોકલ્યો હતો. કેન્દ્ર સરકારે વધુ સ્પષ્ટતા માટે પ્રસ્તાવ પાછો મોકલી દીધો હતો.
યુપીની તાકાત એકતામાં:
પ્રયાગરાજમાં એક ઈન્ટરવ્યું દરમિયાન મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે રાજ્યના વિભાજનના પ્રસ્તાવનો સખત વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશની તાકાત, ઓળખ અને સન્માન તેની એકતામાં રહેલી છે. યુપી પોતેરૂપમાં જ યુપી છે. આ તેની તાકાત, મારું માનવું છે કે ઉત્તર પ્રદેશે એક થઈને જ પોતાના લક્ષ્યો પ્રાપ્ત કરી શકે છે.
આ પણ વાંચો :કેજરીવાલ યમુનામાં સ્નાન કરશે?: દિલ્હીમાં યોગી આદિત્યનાથે ‘આપ’ પર સાધ્યું નિશાન
જો સનાતન જોખમમાં આવશે તો….
અખિલ ભારતીય અવધૂત ભેષ બારહ પંથ-યોગી મહાસભા દ્વારા મહાકુંભ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં, યોગી આદિત્યનાથે કહ્યું કે જો ભારત સુરક્ષિત છે, તો આપણે બધા સુરક્ષિત છીએ. જો ભારત સુરક્ષિત છે તો દરેક સંપ્રદાય, દરેક સંપ્રદાય સુરક્ષિત છે અને જો ભારત પર કોઈ સંકટ આવશે તો સનાતન ધર્મ મુશ્કેલીમાં મુકાશે. જો સનાતન ધર્મ પર સંકટ આવે તો ભારતમાં કોઈપણ સંપ્રદાય કે પથ સુરક્ષિત નહીં રહે.