યુએસ ઇઝરાયલને વધુ ઘાતક બોમ્બ સપ્લાય કરશે; ટ્રમ્પે બાઈડેનનો આદેશ ઉલટાવ્યો
વોશિગ્ટન: ઇઝરાયલ અને હમાસ વચ્ચે 15 મહિનાથી ચાલી રહેલું યુદ્ધ હાલ શાંત થઇ ગયું છે, બંને પક્ષો કામચલાઉ યુદ્ધ વિરામ માટે (Israel-Hamas Ceasefire deal)સહમત થયા છે. અહેવાલ મુજબ, યુદ્ધ વિરામ કરાર છતાં ઇઝરાયેલ પેલેસ્ટાઈન પર છૂટક હુમલા કરી પેલેસ્ટીનીયન નાગરીકોના જીવ લઇ રહ્યું છે. એવામાં ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટી તંત્રએ પેન્ટાગોનને ઇઝરાયેલને વધુ ઘાતક બોમ્બ સપ્લાયની મંજુરી આપી છે. વ્હાઈટ હાઉસના અધિકારીના જણાવ્યા મુજબ કે ટ્રમ્પના વહીવટીતંત્રએ પેન્ટાગોનને 2,000 પાઉન્ડના બોમ્બ સપ્લાય ફરી શરુ કરવાનો આદેશ આપ્યો છે.
ગાઝામાં નાગરીકોની ખુંવારી:
ગાઝામાં ઇઝરાયલમાં મોટી સંખ્યામાં પેલેસ્ટીનીયન નાગરિકોના મોત થયા છે, જેને કારણે આંતરાષ્ટ્રીય ધોરણે ઇઝરાયલને હથિયારની સપ્લાય બંધ કરવા દબાણ વધ્યું હતું. પૂર્વ યુએસ રાષ્ટ્રપતિ બાઈડેનના શાસનકાળ દરમિયાન મે મહિનામાં અમેરિકાએ ઇઝરાયલને 2,000 પાઉન્ડના 3,500 બોમ્બની ડિલીવરી પર રોક લગાવી દીધી હતી.
યુએસ-ઇઝરાયેલન સંબંધો વણસ્યા:
ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના યુદ્ધના વલણ સામે બાઈડેન વહીવટીતંત્રએ નારાજગી દર્શાવી હતી. જેના કારણે યુએસ-ઇઝરાયલ સંબંધોમાં તણાવ વધ્યો હતો. હવે ટ્રંપ સરકારના આગમન સાથે આ રોક હટાવી લેવામાં આવી છે. હવે યુએસ ઇઝરાયેલને ઘાતક હથીયારો સપ્લાય કરશે. ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રચાર દરમિયાનના ઇઝરાયેલને શક્ય તમામ મદદ આપવા વચનો આપ્યા હતાં.
આ પણ વાંચો…ટ્રમ્પ રાષ્ટ્રપતિ હોત તો રશિયા-યુક્રેન ન થયું હોત! પુતિને નિવેદન આપી વિવાદ સર્જ્યો…
યુદ્ધ વિરામમાં ટ્રમ્પની ભૂમિકા:
ટ્રમ્પ છેલ્લા એક વર્ષ દરમિયાન નેતન્યાહૂના સંપર્કમાં હતાં. નવેમ્બરમાં ચૂંટણી જીત્ય બાદ ટ્રમ્પના મધ્ય પૂર્વના રાજદૂત સ્ટીવ વિટકોફે યુદ્ધવિરામ અને બંધક કરાર પર વાટાઘાટોમાં ભાગ લીધો હતો. ટ્રમ્પના શપથ ગ્રહણના થોડા દિવસો પહેલા જ આ કરારની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ તેમણે તેનો ટ્રમ્પે લીધો હતો.